તસ્કરી:તલોદના ગુલાબની મુવાડીમાં ટાઇલ્સની ફેક્ટરીમાં રૂ. 9.60 લાખ મત્તાની તસ્કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કર્યાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળતાં ફેક્ટરી માલિકે તલોદ પોલીસમાં તેમના બે કારિગરો સામે ફરિયાદ નોંધાવી

તલોદ તાલુકાના ગુલાબની મુવાડી ગામની સીમમાં આવેલ કેથોસ ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરતાં બે શખ્સોએ ફેક્ટરીમાં ડિજિટલ પ્રીન્ટર મશીનના નવા ડિજિટલ હેડ ઇન્સ્ટોલ કરવા મંગાવેલ 22 ડિજિટલ પ્રીન્ટર હેડ પૈકી ₹9,60,000 ના ત્રણ ડિજિટલ પ્રીન્ટર હેડની ચોરી કર્યાનું ફૂટેજમાં જોવા મળતા ફેક્ટરી માલિકે તલોદ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર તલોદ તાલુકાના ગુલાબની મુવાડી ગામની સીમમાં આવેલ કેથોસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ માં ડિજિટલ પ્રિન્ટર મશીનમાં નવા ડિજિટલ હેડ ઇન્સ્ટોલ કરવાના હોવાથી 22 જેટલા ડિજિટલ પ્રિન્ટર હેડ લાવવામાં આવ્યા હતા.

તારીખ 1/1/23 ના રોજ ડિજિટલ પ્રિન્ટર હેડ ઇન્સ્ટોલ કરવા માટે ટેકનીશીયન આવતા ફેક્ટરીની ઓફિસમાં રાખેલ 22 ડિજિટલ પ્રિન્ટર હેડ માંથી ત્રણ ડિજિટલ પ્રિન્ટર હેડ ઓછા હોવાનું જણાઈ આવતા ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા 22 નંબરના સીસીટીવી કેમેરામાં તારીખ 22/12/22 ના રોજ સવારે 7:44 કલાકે ફેક્ટરીમાં ટાઇલ્સ પ્રિન્ટિંગ કામ કરવા માટે રાખેલ નિતેશભાઇ હીરાભાઈ ગજાભાઈ જોશી (રહે.જોશી વાસ રબડીપાદર તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા) ઓફિસમાંથી ત્રણ ડિજિટલ પ્રિન્ટર હેડ ચોરી કરી લઈ જતો દેખાયો હતો જ્યારે નિતેશ જોશીને નોકરી પર રખાવનાર હિતેશ ભુરાભાઈ ગામત (રહે. ચાંદરવા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા) રજા ઉપર જવાનું કહી ગયા બાદ ફોન પણ રિસીવ કરતો ન હતો.

અન્ય સમાચારો પણ છે...