કાર્યવાહી:તલોદની ટીંબા ચારરસ્તેથી ગાડીમાંથી ‌19,350 નું ગેરકાયદે ડીઝલ પકડાયું

હિંમતનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 3.19 લાખના મુદ્દામાલ સાથે હરસોલના શખ્સને પકડી લેવાયો

સા.કાં. એસ.પી. વિશાલ કુમાર વાઘેલાએ જિલ્લામાં બાયોડિઝલ, વેસ્ટ કેમિકલ, સિમેન્ટ - લોખંડ - રાંધણગેસનો ગેરકાયદેસર સંગ્રહ કરી અનઅધિકૃત રીતે વેચાણ કરતા શખ્સોને શોધી કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે એલસીબી પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.જે. ચાવડા અને પીએસઆઇ એન.આર. ઉમટ તથા સ્ટાફના માણસોની ટીમ બનાવાયા બાદ તલોદ પોલીસ સ્ટેશનની હદમાં ટીંબા ચોકડી ખાતે વાહન ચેકિંગ દરમિયાન ગાડી નં. જી.જે-02-સી.પી-7076 આવતા તેની ઉભી રખાવી તપાસ કરતા ગાડીમાં પ્લાસ્ટીકના 5 નંગ કેરબા હતા.

જેમાં ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો હોવાથી તે બાબતે ગાડી ચાલક બાબુભાઇ ડાહ્યાભાઇ પટેલ (48) (રહે. વિઠ્ઠલનગર, ગોગા મહારાજ મંદિરની પાસે, હરસોલ, તલોદ) ને પૂરપરછ કરતાં કોઇ માહિતી આપતો ન હોઇ ડીઝલ જ્વલનશીલ પ્રવાહી કુલ 215 લિટર કિ.રૂ.19,350 ચોરી છળકપટ થી મેળવેલ હોવાનુ જણાતાં ગાડી, મોબાઇલ સહિત કિં. રૂ.3,19,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...