હિંમતનગરની અમદાવાદ પરણાવેલ યુવતીને જુદું રહેવું હોય તો તારા બાપના ઘેરથી રૂ.20 લાખ લઈ આવ કહી સતત ત્રાસ ગુજારવા દરમ્યાન 181 ને બોલાવ્યા બાદ પોલીસની ગાડી કેમ બોલાવી હતી કહીને કાઢી મૂક્યા બાદ સમાજ અને પોલીસના કાઉન્સેલિંગ બાદ પણ સમાધાન ન થતાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
હિંમતનગરના મહેતાપુરામાં રહેતા નિષાબેન જયંતીભાઈ સોલંકીના અમદાવાદ રહેતા હિતેન્દ્રભાઈ ધનજીભાઈ વાઘેલા સાથે લગ્ન થયા હતા. પતિએ પત્નીના જન્મદિનની ઊજવણી ધામધૂમથી કરતાં સાસુ-સસરાને ગમ્યું ન હતું અને ત્યારથી નાની નાની બાબતોમાં વાંધા-વચકા કાઢી કંકા શરૂ કર્યો હતો.
ત્યારબાદ નિશાબેનને સારા દિવસ રહેતા પેટ મા દુખાવો થતા સાસુ હંસાબેને ઘર નું કામ ન કરવું પડે એટલે નખરા કરે છે તેવું કહી ઝગડો કરેલો જેથી બીજા દિવસે તેમના પતિ પિયરમા મૂકી આવ્યા હતા અને ત્યારબાદ સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ સારી રીતે રાખવાની ખાતરી આપીને તેડી ગયા હતા સાસરીવાળા વારંવાર મહેણા મારતા કે તારા પિયરવાળાએ તને દહેજમાં કશું જ આપ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.