જ્ઞાનવાણી:પાપના માર્ગ પર સફળતા મળે તો માનજો કે ભ્રમ છે પ્રભુના માર્ગે નિષ્ફળતા મળેતો માનજો કે પરીક્ષા છે

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી, મુનિ શ્રી પંચામૃત વિજયજી

સમજદારી, વફાદારી, જવાબદારી અને ઈમાનદારી આ ચાર મહા મૂલ્યવાન શબ્દોનો અર્થ જેને સમજાઈ જાય છે એ વ્યક્તિએ ચાર વેદોના સારને જાણી લીધો છે. જેમની પાસે પુસ્તક હોય છે તે ક્યારેય એકલા નથી હોતા, સંતોષ એક કુદરતી દોલત છે જ્યારે આશ્ચર્ય એ કુત્રિમ ગરીબ છે. ધૈર્ય એકલું આવે છે પરંતુ બધું આપીને જાય છે જ્યારે ક્રોધ એ પણ એકલો જ આવે છે અને માણસનું સર્વસ્વ સાથે લઈ જાય છે.

વિચાર વાણી અને વર્તનમાં સમાનતા હોય તે સાચો શિક્ષક, દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી શકતી નથી જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ. જે મનુષ્ય જગતના તમામ જીવો આત્મતુલ્ય માનીને મને નુકસાન કરવાનો વિચારસુધ્ધા નથી કરતો તે ખરા અર્થમાં ભક્ત અને યોગી છે. હું અભિમાન કરતો નથી- આ વાક્ય જેવું અભિમાન બીજું કોઈ નથી.

ગુરૂ પાસેથી આપણને એક રત્ન પણ મળી જાયતો આપણે (રત્ન= સાચીસમજણ) ભારત રત્ન નહીં પરંતુ બ્રહ્માંડ રત્ન બની જઈએ. કોઈના ગુણોની પ્રશંસા કરવીએ સારી વાત છે પરંતુ તેનાથી પણ સારી વાતએ છે કે તેના ગુણોને જીવનમાં ઉતારવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવો. પોતાના પડછાયાનું નિર્માણ કરવું હોયતો પોતે જ તડકામાં ઉભા રહેવું પડે.

શાળાનો ઓરડો પડી જાયતો વિદ્યાર્થીઓને વૃક્ષની નીચે ભણાવી શકાશે પણ શિક્ષકની પ્રમાણિકતા મરી પરવારશે તો સમાજના તમામ ક્ષેત્રોમાં સડો પેદા થશે. એક દિવસ ગંગાને પૂછવામાં આવ્યું કે તારા પાણીમાં સ્થાન કરવાથી બધા જ પાપો ધોવાઈ જાય છે તો એ પાપોનો તું શું કરે છે? ગંગાએ કહ્યું કે હું એ સાગરમાં નાખું છું. સાગરને પૂછવામાં આવ્યું કે તું આ પાપોનું શું કરે છે?

સાગરે જવાબ આપ્યો કે હું તો બધું વાદળોને આપું છું. વાદળને પૂછ્યું તું આ પાપનું શું કરે છે? વાદળે સારો જવાબ આપ્યો હું વરસાદના રૂપમાં એના જ ઘરે વરસાવી આવું છું. તમે અને હું આપણે સૌ ધ્યાનમાં રાખીએ કે કર્મનું કાળચક્ર પણ આવું જ હોય છે. આપણે જે કરીશું એજ આપણને વ્યાજ સહિત પાછું મળે છે. સમાધાની બની કોઈને દુઃખ થાય એવું કાર્ય ન કરીએ.

જીવનમાં પૈસાનો પાવર, ઘમંડ, અહંકાર કોઈના થયા નથી કે થવાના નથી. મેલા અને ખરાબ કપડાંથી જો આપણને શરમ આવતી હોયતો મેલા અને ખરાબ વિચારોથી પણ આપણે શરમાવવું જોઈએ. રોજ પ્રભુ પાસે એવું માંગીએ કે, હે પ્રભુ! આ જગતમાં મારૂ એટલું ધ્યાન રાખજો કે આ બે હાથ તારા સિવાય બીજે ક્યાંય જોડવા ન પડે.

આપણું જીવન વસ્ત્ર જેવું છે તેને દુઃખના પાણીમાં ડૂબાડીશું તો એ વજનદાર થઈ જશે. માણસે બે કામ કરવા જેવા છે બહારથી કોમળતા અને ભીતરથી પવિત્રતા. કળાઓ કુટુંબમાં ન હોય, દોસ્તારોમાં દગો ના હોય, બાકી વિશ્વાસ વારસામાં અને ખુમારી- ખાનદાનીમાં હોય, એના વાવેતર ના હોય.

બહુ મોટા બનવાની કોશિશ ના કરતા સાહેબ, કારણ કે મોટા થવાથી તો માતા પણ કેડેથી નીચે ઉતારી દે છે તો પછી આ તો દુનિયા છે. એક દીકરી કહે છે કે મને પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે કારણ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે. પાપના માર્ગ પર સફળતા મળેતો માનજો કે ભ્રમ છે. પ્રભુના માર્ગ પર નિષ્ફળતા મળેતો માનજો કે પરીક્ષા છે. દતકરી એટલે ઈશ્વરના માત્ર આશીર્વાદ નહીં પરંતુ દતકરી એટલે આશીર્વાદમાં મળેલા અમૂલ્ય ઈશ્વર.

અન્ય સમાચારો પણ છે...