ચીમકી:સોમવારે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો મંગળવારથી પાણીનું વિતરણ બંધ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર પાલિકા કર્મીઓએ દિવાળી ટાણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
  • બુધવારે​​​​​​​ અંધારપટ બાદ ગુરૂવારથી તમામ સેવાઓ બંધ, આવેદન અપાયું

દિવાળી ટાણે જ હિંમતનગર પાલિકા કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામી મંગળવારથી શહેરીજનોની એક એક આવશ્યક સેવા બંધ કરવાનું એલાન કરી ચીફ ઓફિસરને શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. પાલિકા કર્મીઓ છેલ્લે પાટલે બેસી માગણીઓનું નિરાકરણ નહીં આવે તો ગુરુવારથી સફાઈ, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ સહિતની તમામ આવશ્યક સેવાઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે પાલિકા કર્મીઓના જણાવ્યા અનુસાર કમિશનર સાથે અનેક રજૂઆતો બાદ વિસ્તારપૂર્વક ચર્ચાઓ થઈ છે અને સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો હોવા છતાં 24 દિવસ બાદ પણ કોઈપણ પ્રકારનું ચોક્કસ નિરાકરણ આવ્યું નથી.

જેને પગલે અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પાલિકા કર્મચારી મહામંડળ ના નિર્ણય બાદ તારીખ 15-10-22 થી અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ કરાયો છે. જેમાં શનિવારે તા.15 ના રોજ પેન ડાઉન સ્ટ્રાઈકથી પાલિકામાં તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. સફાઈ કર્મીઓ પણ સાબરકાંઠા જિલ્લા મ્યુનિસિપલ કર્મચારી સંઘનો હિસ્સો છે.

તા. 15 અને 17 ઓક્ટોબરના રોજ કચેરીમાં તમામ વહીવટી કામગીરીથી અળગા રહેશે અને સોમવાર સાંજ સુધીમાં કોઈ નિરાકરણ નહીં આવે તો 18-10-22 ના રોજ શહેરમાં પાણી વિતરણ બંધ કરાશે તથા તારીખ 19-10-22 ના રોજ સ્ટ્રીટ લાઇટો બંધ કરાશે અને તા. 20-10-22 ના રોજ સફાઈને લગતી તમામ કામગીરી બંધ કરી તા. 21-10-22 થી તમામ આવશ્યક સેવાઓ બંધ કરવાની લેખિત જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...