ફરિયાદ:નિકાહ કરી સાસરીમાં આવી છે તો પિયર ભૂલી જવાનું કહી ત્રાસ ગુજાર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના સવગઢ ખાતે રહેમતનગરમાં સાસરિયાં સામે ફરિયાદ

હિંમતનગરના સવગઢ ખાતે રહેમતનગરમાં રહેતા સના બેગમ આરીફભાઇ મકરાણીના તારીખ 25/12/20 ના રોજ પાણપુર ગામના નિશાકભાઈ અબ્દુલ રજા માક્ણોસિયા સાથે લગ્ન થયા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા તેમના નણંદ ફરજાનાબાનું અવારનવાર પિયરમાં આવતા હતા તે દરમિયાન સનાબેગમ પોતાની માતાની ખબર કાઢવા જવાનું કહેતા પતિ તથા નણંદ અને નણદોઈ કહેતા હતા કે નિકાહ કરીને સાસરીમાં આવી છે તો પિયર ભૂલી જવાનું અને જેઠાણી પણ બોલાચાલી કરી અવારનવાર તકરાર કરતાં હતા.

ક્યાંય બહાર જવાનું હોય તો સાસુની નહીં પરંતુ નણંદની પરવાનગી લેવી પડતી હતી અને કોઈ વાર નણંદને પૂછ્યા વગર કંઈ કામ કરે તો પતિની ચઢવણી કરી મારઝૂડ કરાવડાવતા હતા તેમના જેઠ પણ પતિને સમજાવવાને બદલે કાલે છૂટાછેડા આપી દે હું તારે માટે બીજી પત્ની લાવી દઈશ કહી ચઢવણી કરતા હતા કાકી સાસુ અને કાકા સસરા પણ અવારનવાર બોલચાલ કરી તકરાર કરતા હતા તેથી કંટાળીને સનાબેગમ પિયરમાં જતા રહ્યા બાદ તારીખ 16/08/21ના રોજ ₹300ના સ્ટેમ્પ પેપર પર પતિએ સનાબેગમની જાણ બહાર છુટાછેડાના કાગળોમાં સહી લઈ લીધી હતી.

પોલીસે મીશાખભાઈ અબ્દુલ રજાક માક્ણોસિયા, અંસાર ભાઈ અબ્દુલ રજાક માક્ણોસિયા, સુરૈયાબાનું અંસાર ભાઈ અબ્દુલ રજાક માક્ણોસિયા, ફરજાનાબેન સરફરાજભાઈ અથાણિયા, સરફરાજભાઈ કરીમભાઈ અથાણિયા, આસિફભાઇ યુસુફભાઈ માક્રોશિયા સુમૈયાબેન આશિષભાઈ યુસુફભાઈ માક્ણોસિયા, અને મહેબુબભાઇ નાથુભાઈ તાંબડીયા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...