ચોરી ઉપરસે સીના જોરી:ઇડરના કૂવાવામાં લેન્ડગ્રેબિંગની અરજી કરતાં હત્યાની ધમકી મળી

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે
  • ખૂબ ચડી ગયા છો તમને બંનેને મારવા પડશે કહી ધમકી આપી

ઇડરના કૂવાવામાં ગૌચરની જમીનમાં દબાણ કરવાના મામલે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર શખ્સને હત્યા કરી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કૂવાવાના નરેન્દ્રદાન ઇશ્વરદાન ગઢવીને તા.24-07-22 ના રોજ સાડા પાંચેક વાગ્યાના સુમારે નટુભાઇ તલાજી ઠાકોરનો ફોન આવ્યો હતો અને કહ્યું કે એકાદ કલાક પહેલા ડાહ્યાભાઇ રેવાભાઇ ઠાકોરના ઘેર ગયો હતો.

ત્યારે તેમના દીકરા નરસિંહભાઇ ડાહ્યાભાઇ ઠાકોરની ચોપાડમાં ઉભા રહી કહ્યું હતું કે તું અને નરેન્દ્ર ગઢવી ખૂબ ચડી ગયા છો તમને બંનેને મારવા પડશે અને વાતચીત દરમિયાન નટુભાઇએ કહ્યુ હતું કે તારુ મર્ડર કરી દેવાના છે રૂબરૂ મળીશ ત્યારે તે વ્યક્તિઓના નામ આપીશ. ત્યારબાદ તા.29-07-22 ના રોજ નટુભાઇ ઠાકોરે પોલીસ સમક્ષ ડાહ્યાભાઇ રેવાભાઇ ઠાકોરે કૂવાવા ગામે ગૌચરમાં તેમના દીકરાઓએ કરેલ દબાણ બાબતે નરેન્દ્રદાને કરેલ લેન્ડ ગ્રેબિંગની અરજીની અદાવત રાખી નરેન્દ્રદાન ગઢવી અને નટુભાઇ ઠાકોરને મારી નાખવાની ધમકી આપ્યાની કેફિયત રજૂ કરતાં નરેન્દ્રદાન ગઢવીની ફરિયાદને આધારે ઇડર પોલીસે ડહ્યાભાઇ રેવાભાઇ ઠાકોર વિરુદ્વ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...