ચકચાર:1.20 લાખ વ્યાજે આપી 6 માસમાં 11 લાખ માગી જમીનનો દસ્તાવેજ કરવાનું લખાણ કરાવી લીધું

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના નિકોડાના શખ્સને ફતેપુરના વ્યાજખોરે મારમારતાં ચકચાર
  • પઠાણી ઉઘરાણી શરૂ કરી અવારનવાર અપશબ્દો બોલી વ્યાજખોર મારવાની ધમકી આપતો

લોકોનું લોહી ચૂસી લેતા વ્યાજખોરો વિરુદ્ધ સંખ્યાબંધ ફરિયાદો નોંધાવા છતાં પઠાણી વ્યાજની પ્રવૃત્તિમાં કોઈ ઘટાડો થયો ન હોય તેમ હિંમતનગર તાલુકાના ગામના નિકોડા ગામના શખ્સને ₹1.20 લાખ વ્યાજે આપી 6 માસના ટૂંકા ગાળામાં જ રૂ. 11 લાખની ઉઘરાણી કરી મારમારી ધમકીઓ આપી રૂ.11 લાખ નહીં આપે તો બદલામાં જમીનનો દસ્તાવેજ કરી આપવાનું સ્ટેમ્પ ઉપર લખાણ કરાવી લેનાર ફતેપુરના વ્યાજખોર વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના નિકોડામાં રહેતા મનોજભાઈ દેવાભાઈ પટેલે પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામના ઈશ્વરભાઈ બાબરભાઈ ભરવાડ પાસેથી બે એક વર્ષ અગાઉ 1.20 લાખ વ્યાજે લીધા હતા તેના પર 5 ટકા લેખે વ્યાજ ગણી વ્યાજના રૂપિયા વસૂલાયે જતા હતા અને દર મહિને ચૂકવી ના શક્યા હોય તે મહિને લીધેલ રકમ પર મોટી મોટી પેનલ્ટી લગાવી વ્યાજે લીધેલ રૂપિયા 1.20 લાખ ઉપર 6 માસના ટૂંકા ગાળામાં વ્યાજ તથા પેનલ્ટી લગાવી બાકી રકમ 11,00,000 સુધી પહોંચાડી દીધી હતી અને પઠાણી ઉઘરાણી શરૂ કરી અવારનવાર અપશબ્દો બોલી મનોજભાઈને મારી નાખવાની ધમકીઓ આપ્યે જતો હતો

નિઃસહાય બની ગયેલ મનોજભાઈ ને મજબૂર બનાવી રૂપિયા 11લાખ નહીં આપે તો તેના બદલામાં જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે તેવું રૂ. 300 ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લખાવી લઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ગાંભોઈ પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીના ફરિયાદના કિસ્સાઓ મુજબ જ વ્યાજખોર ઝડપાયો નથી.

અન્ય સમાચારો પણ છે...