ફરિયાદ:પ્રાંતિજમાં નજીવી બાબતમાં પતિ અને પત્નીને માર માર્યો

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિજ પોલીસમાં 3 સામે ફરિયાદ નોંધાઇ

પ્રાંતિજમાં નજીવી બાબતે ત્રણ જણાંએ દંપતીને મારમાર્યો હતો. સોમવાર સવારે સુમારે પ્રાંતિજની કિષ્ણાપાર્ક સોસાયટી ખાતે હરેશભાઇ રમેશભાઇ પટેલના ઘર આગળ તથા ચોપાડમાં અલ્પેશભાઇ મફતલાલ રાવલ ના ઘેર પાળેલ કૂતરો રોજ રોજ સંડાસ કરી જતો હોઇ હરેશભાઇ પત્ની મીનાક્ષીબેન કહેવા જતા ગીતાબેન અલ્પેશભાઇ રાવલે એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગતા હરેશભાઇ એ અપશબ્દો બોલવાની ના પાડતા અલ્પેશભાઇએ લાકડી હરેશભાઇના માથામાં ડાબી બાજુ મારી હતી.

અને ગીતાબેને તથા ગીષ્માબેન અલ્પેશભાઇ રાવલે મીનાક્ષીબેનને ગડદાપાટુનો માર મારી તથા અલ્પેશભાઇએ બંને હાથે લાકડીઓ મારતા બંને હાથે ફ્રેક્ચર થયુ હતુ. ઘટનાને પગલે હરેશભાઇએ ત્રણેય જણાં સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...