• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Huge Production Of Tomato In Idar Taluka, Costing More Than One And A Half Lakh Per Acre, But Farmers Not Getting The Price, It Was Their Turn To Suffer The Loss.

ખેડૂતોને આર્થીક નુકશાન:ઇડર તાલુકામાં ટામેટાનું મબલક ઉત્પાદન, એકર દીઠ દોઢ લાખથી વધુનો ખર્ચ, પરંતુ ભાવ ન મળતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો

સાબરકાંઠા (હિંમતનગર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના ખેડૂતોએ મબલક પ્રમાણમાં ટામેટાનું વાવેતર કર્યુ હતુ. એકર દીઠ દોઢ લાખથી વધુનો ખર્ચ કર્યો હોવા છતા ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને આર્થીક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ઇડર તાલુકામાં ટામેટાનું વાવેતર સારા એવા પ્રમાણમાં દર વર્ષે થાય છે. પરંતુ ચાલુ વર્ષે ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. કારણ કે ટામેટામાં આ વર્ષે એકદમ નીચા ભાવ થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતે મિત્રોને એકર દીઠ 1 લાખથી લઇ 1.5 લાખથી પણ વધુનો ખર્ચ ટામેટાની ખેતીમાં થયેલો છે. તેની સામે અત્યારે ટામેટાના ભાવ એકદમ નીચા એક કિલોના 4 થી 5 રૂપિયા હોવાથી ખેડૂતને આ ભાવ પોસાય તેમ નથી, કારણકે મજૂરી પણ નીકળતી નથી. જેથી ખેડૂતની સ્થિતિ કફોડી બની છે. જો ટમાટરના ભાવમાં સુધારો ન આવે અને આજ ભાવ જળવાઈ રહે તો ખેડૂત દ્વારા ટામેટાના વાવેતર અને માવજતમાં કરેલ ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી. માટે ટમાટરનો સરકાર દ્વારા એક્સપોર્ટ કરાય અને ખેડૂતને સારો ભાવ મળી રહે તેવી આશા સરકાર પાસે ખેડૂત મિત્રો રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...