ઇન્ટર સર્કલ બેડમિન્ટન સ્પર્ધા:હિંમતનગરમાં UGVCLના યજમાન પદે સ્પર્ધાનું આયોજન, MD સહિત 40 ખેલાડીઓએ ભાગ લીધો

સાબરકાંઠા (હિંમતનગર)24 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ રમત ગમત સંકુલમાં રવિવારે 15મી ઇન્ટર સર્કલ બેડમિન્ટનનું UGVCL સર્કલના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે હિંમતનગર UGVCL સર્કલના SE જી.જે.ધનુલા જણાવ્યું હતું કે હિંમતનગર, પાલનપુર અને સાબરમતી સર્કલના ગાંધીનગર,અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા,મહેસાણા,પાટણ જિલ્લાના UGVCL કચેરીની મહિલા અને પુરુષ કર્મચારીઓએ બેન્ડમિન્ટન સ્પર્ધામાં ખેલાડીઓ બન્યા હતા. સાથે જ UGVCLના MD પ્રભાવ જોષી પણ ખેલાડી બન્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સવારથી સાંજ સુધી ચાલનારી સ્પર્ધામાં મહિલા અને પુરુષ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કર્યાં હતા.

ભાદરવી પુનમને લઈને પગપાળા પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યાં હોય છે અને સાથે રથ અને નેજા પણ હોય છે. જેને લઈને રસ્તામાં કોઈ વીજ વાયરને અડકી ન જાય કે પદયાત્રીઓ ચાલતા થાક લાગતા વીજ થાંભલા નજીક ન બેસે અને ઓનલાઈન વીજ બીલ ભરવાની જાહેરાત સાથે UGVCLએ મોબાઈલ વાન આજથી શરુ કરી છે. સાબરકાંઠાના પ્રાંતિજના મજરાથી ખેડબ્રહ્મા ખેરોજ સુધી ચોવીસ કલાક રોડ પર ચાલતા જતા પદયાત્રીઓને વીજ સલામતી માટેની જાગૃતિ આપતી મોબાઈલ વાન ફરશે.

અન્ય સમાચારો પણ છે...