અગામી 6,7 અને 8 જાન્યુઆરી ત્રણ દિવસ બરોડાના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો યોજાશે. જેમાં 350થી વધુ દેશ અને વિદેશની વિન્ટેજ કાર મુકવામાં આવશે. આ વિન્ટેજ કાર શોમાં હિંમતનગરના દોલત વિલાસ પેલેસમાં રાજ પરિવાર પાસે વિન્ટેજ કારમાંથી બીજા વિશ્વ યુદ્ધ પહેલાની અમેરિકાની કેડીલેક ફ્લીટવુડ કાર પ્રદર્શનમાં મુકાશે. જે કાર આવતીકાલે સવારે હિંમતનગરથી બરોડા પ્રદર્શનમાં ભાગ લેવા નીકળશે.
બે બ્યુક કાર, એક 1953ની અને બીજી 1947ના મોડલની
હિંમતનગરના દોલત વિલાસ પેલેસ પરિવારના મહારાજ નરેન્દ્રસિંહજી વિન્ટેજ એન્ડ ક્લાસિક કારનો શોખ ધરાવે છે. જેમની પાસે 15 વિન્ટેજ કાર, એક ઘોડાગાડી અને પાણીમાં ચાલતી જુના જમાનાની મોટરબોટ પણ છે. તો અમેરિકન, જર્મન અને ઈંગ્લીશ વિન્ટેજ કારોનું કલેક્શન છે. જેમાં જુદાજુદા પ્રકારની કાર છે. આ અંગે હિંમતનગર દોલત વિલાસ પેલેસના રાજપરિવારના નરેન્દ્રસિંહજી અને તેમના પુત્ર કરણસિંહજીએ જણાવ્યું હતું કે, અમારા દોલત વિલાસ પેલેસમાં 15 વિન્ટેજ કારનું કલેક્શન છે. જેમાં અમેરિકન કેડલીક ફ્લીટવુડ કાર છે. જેમાં એક બીજા વિશ્વ યુદ્ધ પહેલાની 1941ની અને બીજી કાર બીજા વિશ્વ યુદ્ધ પછીની 1947ની છે. બે બ્યુક કાર છે, જેમાં એક 1953ની અને બીજી 1947ના મોડલની છે. તો 1953ની બ્યુક કાર એ ગુજરાતમાં એક જ છે, એ પણ ઓટોમેટીક છે.
બીજા વિશ્વ યુદ્ધ પછીની કેડીલેક ફ્લીટવુડ
1947 અને 1948 પોંટીએક ટોરપીડો ગુજરાતમાં એક જ છે. ડોઝ કીગ્ઝ્વે 1957નું મોડલ, ડીસોટો ક્ન્વટેબલ 1954ના સાલની મોડલ છે. તો જર્મની બનાવટની મર્સિડીઝ બેન્જ 1975ની અને ઇંગ્લેન્ડની સૌથી વધુ વેચાતી મોરેશમાઈના 1000 1959ના મોડલની કાર છે. સાથે 1942-43માં બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી ફોર્ડ જીપ પણ છે.
વધુમાં જણાવ્યું હતું કે, બરોડામાં યોજાનાર એશિયાના સૌથી મોટા પ્રદર્શનમાં ભાગ લેનાર વિન્ટેજ કાર બીજા વિશ્વ યુદ્ધ પછીની કેડીલેક ફ્લીટવુડ 60 સ્પેશિયલ સીરીજ 1941 પહેલાની છે, જે 1941માં બની છે.
રાજ પરિવાર 4 પેઢીઓથી કારનું કલેક્શન કરે છે
તો અમેરિકા જનરલ મોટર્સ દ્વારા બનાવેલી આ કાર વિશ્વમાં 4,100 બનાવી હતી. જે ભારત દેશમાં એક જ છે અને એ ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં દોલત વિલાસ પેલેસમાં રાજપરિવાર પાસે વિન્ટેજ કાર કલેક્શનમાં છે. આ કારનું એન્જીન 346 સી.આઈ.ફ્લેટ હેડ વીએટ એન્જીન કે જે કારમાં ઉપયોગ થયા પછી અમેરિકા આર્મીની ટેન્કોમાં ઉપયોગ કર્યો હતો. આ કાર 100 લીટર પેટ્રોલની ટાંકી ધરાવે છે અને 200ની સ્પીડે દોડી શકે છે. તો એક લીટરે ચાર કિમીની એવરેજ આપે છે અને કાર ત્રણ ગીયર અને 5 સીટર વાળી કાર છે. આ કારના ટાયર ફાયર સ્ટોન કંપનીના છે. જે અમેરિકામાં મળે છે. હિંમતનગરના દોલત વિલાસ પેલેસના રાજ પરિવાર 4 પેઢીઓથી કારનું કલેક્શન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.