ભાસ્કર વિશ્લેષણ:હિંમતનગર બેઠક: ગત ચૂંટણીમાં ગામડાઓમાં કોંગ્રેસને લીડ, શહેરોમાં ભાજપને

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારની લીડને શહેરી વિસ્તારના મતદારોએ સરભર કરી ભાજપને પાતળી સરસાઈ અપાવી હતી, આ ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણો બદલાતાં ચૂંટણી જંગ રસાકસીભર્યો

હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત ચૂંટણીમાં થયેલ મતદાનના આંકડા રાજકીય પક્ષોની દશા અને દિશાનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની પક્કડ મજબૂત જોવા મળી રહી છે તો શહેરી વિસ્તારના મતદારો કોંગ્રેસની લીડને સરભર કરી ભાજપને પાતળી સરસાઇ અપાવી રહ્યા છે. તદઉપરાંત લઘુમતી વિસ્તારના 47 મતદાન મથકો પર એકતરફી 80 ટકાથી વધુ મત પડ્યા છે.

હિંમતનગર બેઠક પર વર્ષ 2014ની પેટા ચૂંટણી અને 2017ની સામાન્ય ચૂંટણીમાં ભાજપથી પાતળી સરસાઈથી જીત થઈ હતી. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની મતદાનની પેટર્ન થતાં શહેર અને પાલિકા વિસ્તારને અડી ગયેલ આસપાસના ગ્રામ્ય વિસ્તારના મતદારોનો ભાજપ તરફથી ઝૂકાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની પક્કડ જોવા મળી રહી છે.

કોંગ્રેસની લીડને શહેરી વિસ્તારના મતદારો સરભર કરી આપે છે. સામાન્ય સ્થિતિમાં દલિત- લઘુમતી મતદારોનો કોંગ્રેસ તરફી ઝુકાવ રહે છે આ વખતે પાટીદાર મતદારો પણ લામબંધ થઈ ગયા છે અને મન કળવા દેતા નથી. ઓબીસી- ઈત્તર મતદારો પણ બેરોજગારી, મોંઘવારી સહિતની સમસ્યાઓની ખૂલીને ચર્ચા કરતા થયા છે.

ઠાકોર-ક્ષત્રિય મતદારોનું ધ્રુવીકરણ કરવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે. આ બધું જ રાજકીય પક્ષો દરવખતની ચૂંટણીમાં કરે છે. પરંતુ મતદાન આંકડામાં અત્યાર સુધી નોંધપાત્ર ફેરફાર થયો નથી. ઉપરાંત આ વખતની ચૂંટણીમાં ઉમેરાયેલ બે પરિબળો ચૂંટણીના પરિણામ પર ચોક્કસ અસર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. હિંમતનગર પાલિકા વિસ્તાર અને તેને અડીને વિકસિત થયેલ ગ્રામ્ય વિસ્તારની સોસાયટીઓના મતદારો ભાજપનું ભવિષ્ય નક્કી કરશે તેમ મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...