હરાજી પ્રક્રિયા:હિંમતનગર RTO વાહનોના નંબરની ઓનલાઇન હરાજી પ્રક્રિયા હાથ ધરશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. 20 જુલાઇના રોજ નંબર ફાળવી દેવામાં આવશે
  • ​​​​​​​તા. 15 જુલાઇથી તા. 17 ​​​​​​​જુલાઇ સુધી પસંદ કરેલ નંબરની રકમ ઓનલાઇન ભરી દેવાની રહેશે

સા.કાં. આર.ટી.ઓ કચેરીમાં ટુ વ્હીલર માટે સિરિઝ જી.જે-09-ડી.એફ, ડી.ઇ, ડી.જી. ડી.જે, ડી.કે અને ફોર વ્હીલર માટે જી.જે-09-બી.એફ, બી.જી, બી.એચ, બી.જે, બી.કે માં સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ - ઓક્શન પ્રક્રિયા હાથ ધરાનાર હોઈ ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તા.15-07-22 ના રોજ થી સાંજે 4 વાગ્યા થી તા. 17-07-22 ના રોજ સાંજે 3:59 સુધી પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ તા. 17-07-22 ના રોજ સાંજે 4 વાગ્યાથી તા. 19-07-22 ના રોજ સાંજે 4 વાગ્યા સુધી વાહન માલિકોએ પસંદ કરેલ નંબર માટેની ઓપ્શન પ્રક્રિયામાં ભાગ લીધા બાદ તા. 20-07-22 ના રોજ ઇ-ઓક્સનમાં સફળ ઉમેદવારોને ઓનલાઇન જ નંબર ફાળવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...