કાર્યવાહી:હિંમતનગર- ઇડર તાલુકામાંથી બે સગીરાનું અપહરણ થતાં ગુનો

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને કિસ્સામાં સગીરાઓને લગ્નની લાલચ અપાઇ
  • ઇડરના​​​​​​​ કેશરપુરાના, હરિનગર છાપરાના યુવક સામે ફરિયાદ

હિંમતનગર અને ઇડર તાલુકામાં છેલ્લા પંદર દિવસમાં બે સગીરાઓને લગ્ન કરવાની લાલચ આપી ભોળવીને અપહરણ કરી લઈ જવાતા હિંમતનગર બી ડિવિઝન પોલીસ અને જાદર પોલીસે બંને સગીરાઓની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર શહેરને અડીને આવેલ કાટવાડ રોડ પર હરીનગર છાપરામાં રહેતો મયુરભાઈ ઈશ્વરભાઇ ભાટ (22) ગત તા.20-04-22 ના રોજ સાંજે સાતેક વાગ્યે 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભોળવીને અપહરણ કરી લઇ ગયો હતો જ્યારે ઇડર તાલુકાના કેશરપુરા ગામનો લાલસિંહ મગન સિંહ ઝાલા તા. 06-05-22 ના રોજ 2:30 કલાકે 15 વર્ષીય સગીરાને ભોળવીને અપહરણ કરી લઇ ગયો હતો હિંમતનગર બી ડિવિઝન અને પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...