રમતોત્સવનું સમાપન:હિંમતનગર આર્ટસ કોલેજની છાત્રાઓના એથ્લેટિક્સમાં 6 રેકોર્ડ

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 33મા આંતર કોલેજ રમતોત્સવનું સાબર સ્ટેડિયમમાં સમાપન

હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં યોજાયેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 33 મા આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવમાં યુનિવર્સિટીની 96 કોલેજના રમતવીરો વચ્ચે હિંમતનગરની એસ.ડી. મહિલા આર્ટસ કોલેજની ઉડનપરીઓ એથ્લેટીક્સમાં છવાઈ ગઈ હતી.

ટ્રીપલ ચેઝ, 400 મીટર હર્ડલ્સ, 400મીટર, 800 મીટર તથા 1500 મીટર દોડ અને લાંબી કૂદમાં પોતાના તથા અન્યના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવ્યા છે. 33મા આંતર કોલેજ રમોત્સવનું 9 થી 13 ડિસેમ્બર દરમિયાન સાબર સ્ટેડિયમમાં આયોજન કરાયું હતું. કોચ સંજય યાદવે તથા સાબર સ્ટેડિયમના તમામે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટ્રીપલ ચેઝ, 400 મીટર હર્ડલ્સ, 400મીટર, 800 મીટર , 1500 મીટર દોડ અને લાંબી કૂદમાં પોતાના-અન્યના રેકોર્ડ તોડ્યા
{હિંમતનગરની એસબી મહિલા આર્ટસ કોલેજના પ્રાધ્યાપિકા બિંદુબેન ગોસ્વામીએ જણાવ્યું કે ખેલકૂદ સ્પર્ધામાં બહેનોના વિભાગમાં 400 મીટર દોડમાં જૂનો રેકોર્ડ 2013-14 નો 1:07:44 મિનિટનો ગોસ્વામી ઉર્મિલા- પાટણ આર્ટસ કોલેજનો હતો.

જે એસ.બી.મહિલા આર્ટસ કોલેજ હિંમતનગરની રીંકલ જાડાએ 1:02:94 મિનિટમાં દોડી 2022-23 માં નવો રેકોર્ડ બનાવ્યો હતો. {800 મીટર દોડમાં જૂનો રેકોર્ડ 2016-17 2:34:59 મિનિટ, પટેલ ઈનલ, આર્ટસ કોલેજ, પાટણનો હતો. તે રબારી સતિ એલ 2:33:25 મિનિટમાં દોડી તોડ્યો હતો.

{લાંબીકૂદમાં અસારી નિરમાએ ગત વર્ષનો તેનો જ રેકોર્ડ જે 5:77 મીટર હતો એ 5:79 મીટર ની છલાંગ લગાવી તોડ્યો હતો. {1500 મીટર દોડમાં જૂનો રેકોર્ડ 2018-19નો 5:19:04 મિનિટનો હતો તે જાડા રીંકલે 5:02:53 મિનિટમાંં દોડીને અને 4×100 મીટર રીલે દોડમાં જૂનો રેકોર્ડ 2015-16 નો પી.જી.ભવન, પાટણનો 58:12સેકન્ડનો રેકોર્ડ હતો તે 54:57 સેકન્ડમાં દોડીને અસારી નિરમા, રાજપુત માહી, ડાકી પ્રિયલ અને જાડા રીંકલે નવો રેકોર્ડ બનાવ્યો હતો.

{4×400મીટર રીલેમાં જૂનો રેકોર્ડ 2016-17 4:44:00 મિનિટનો ઠાકોર આશા, ઠાકોર ગૌરી, પટેલ ઈનલ અને ગોસ્વામી કાજલનો હતો તે ફકત 4:31:22 મિનિટમાં જ દોડીને જાડા રીંકલ, રાજપુત માહિ, ડાકી પ્રિયલ અને રબારી સતિએ નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...