હિમતનગરની હિંમત હાઈસ્કૂલનું ગૌરવ
ગાંધીનગર જિલ્લાના મગોડીમાં આવેલ પી.આર ઠક્કર વિદ્યાવિહારમાં ગુરૂવારના રોજ પ્રાદેશિક કક્ષાના કલા મહાકુંભ 2023માં હિંમત હાઇસ્કૂલ હિંમતનગરની વિદ્યાર્થીનીઓએ ગરબાની કૃતિમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેમજ ધોરણ 9ની વિદ્યાર્થિની કુ. નિશા પરમાર એક પાત્રીય અભિનયની સ્પર્ધામાં તારીખ 6, 7 માર્ચ દરમિયાન અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ઉત્તર ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. આ કૃતિમાં સ્પર્ધકોના ઉત્કૃષ્ટ દેખાવ માટે તાલીમ અને સહયોગ આપનાર જે. એમ. શાહ, એસ.એમ.પટેલ, એફ.એમ.ભગોરા અને દક્ષાબેન પટેલ તેમજ સમગ્ર ટીમને હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ અને મંડળના અન્ય સભ્યો તેમજ શાળાના આચાર્ય એસ.એસ.પટેલે સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રોટરી ક્લબ દ્વારા બજેટ પરિસંવાદ યોજાયો
હિંમતનગર રોટરી ભવન ખાતે રોટરી કલબ દ્વારા બજેટ પરિવાર સંવાદ 2023નું આયોજન શહેરના પ્રતિષ્ઠીત ચાર્ટડ એકાઉન્ટન્ટ અરવિંદભાઇ દોશીની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાર્ટડ એકાઉન્ટન્ટ અનિલ પટેલે બજેટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અરવિંદ દોશીએ બજેટનું વિશલેષણ કરી વેપારી, ઉદ્યોગપતિઓ તથા ટેકસ પ્રેકટીશનરો જે વાકેફ કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું. આ પ્રસંગે રોટરી કલબના રોટે. પ્રમુખ અમૃત પુરોહિતે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. જીઆઇડીસી એસોસીએશનના પ્રમુખ શ્યામ સલુજા, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન હિરેન ગોર, પ્રોજેકટ ચેરમેન પ્રફુલ વ્યાસ, સેક્રેટરી રમેશ પટેલ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ, ટેક્સ પ્રેકટીશનર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સફાઈ જાગૃતિ અને આરોગ્ય કેમ્પ યોજાયો
ઈડરના લાલપુર ગ્રામ પંચાયત અને સરપ્રતાપ હાઇસ્કૂલ દ્વારા ગામમાં સફાઇ જાગૃતિ અને આરોગ્ય કેમ્પનુ બે દિવસય આયોજન કરાયું હતું. જેમાં એન.એસ.એસના વિદ્યાર્થીઓએ ગામની મુલાકાત લઇ ગ્રામજનોને સફાઇ અંગેની માહિતી આપી હતી. તેમજ એક દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
ઈડર તાલુકાના લાલપુર ગ્રુપ ગ્રામ પંચાયત અને યુવા સરપંચ અશોક પટેલ તેમજ તલાટી અને પંચાયત બોડી દ્વારા છેલ્લા કેટલાય સમયથી ગામમાં વિકાસ કાર્યોને વેગ આપી ગામને રૂડું રળિયામણું બનાવવાની નેમ લઈ આગળ વધારી રહ્યા છે. ત્યારે ગામમાં પંચાયત અને સરપ્રતાપ હાઈસ્કુલ દ્વારા બે દિવસ સુધી ગામમાં રહેતાં લોકોને ગામની અને પોતાના ફળિયાની સાફ સફાઈ અંગેની માહિતી આપવામાં આવી રહી છે. ત્યારે ગામનાં નાગરિકોને ઘર આંગણે ફ્રી સારવાર મળી રહે તે ઉદ્દેશ સાથે ગામમાં એક દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ગામની ફળીઓમાં મુલાકાત લઈ લોકોને આંખ, નાક, કાન, ગળા જેવા વિવિધ અંગોનું ફ્રી નિદાન કેમ્પમાં ચેકીંગ કરાવવા લોકોને જાગૃત કર્યા હતા અને જેમાં ઈડરની પ્રણાલી હોસ્પિટલના કાન, નાક, ગાળાના નિષ્ણાંત ડૉ. પ્રમોદ ખરાડી દ્વારા લોકોનું ફ્રી ચેકઅપ કરી દર્દીઓની સારવાર કરવામાં હતી. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આયોજિત કાર્યકમમાં ઈડર ટી.ડી.ઓ, જાદર પી.એસ.આઈ, સરપંચ, તલાટી સહિત સભ્યોએ હાજરી આપી એન.એસ.એસના વિદ્યાર્થીઓ અને બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષક મિત્રોનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.