કાઉન્સેલિંગ:25 વર્ષથી પતિ પત્નીને ત્રાસ આપતાં 181 અભયમી ટીમે સમજાવતાં હિંમતનગરના દંપતીનું ઘર પડી ભાંગતા બચ્યું

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજમાં આબરૂ જવાની બીકે 3 સંતાનોની માતા ત્રાસ સહન કરતી

હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા પરિવારની ત્રણ સંતાનોની માતાને અને બાળકોને પતિ ઢોર માર મારી રહ્યો હોવા અંગે પડોશીએ 181 ને ફોન કરી જાણ કરતાં અભયમની ટીમ દોડી આવી હતી અને પતિનુ કાઉન્સેલિંગ કરી કાયદાની જોગવાઇઓની સમજ આપતાં 25 વર્ષથી પત્ની પર કરી રહેલ અત્યાચારની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં અસહિષ્ણુ વર્તન ન કરવાની લેખિત બાંહેધરી આપતા પરિવારમાં શાંતિનું આગમન થયુ હતું. હિંમતનગરના પોશ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય પરિણીતા છેલ્લા 25 વર્ષથી પતિનો ત્રાસ સહન કરતી હતી.

અભયમના કાઉન્સિલર સુરેખાબેન મકવાણાએ જણાવ્યું કે એક વ્યક્તિનો કોલ આવ્યો હતો અને એક બેન તથા તેના બાળકોને ઘરના દરવાજા બંધ કરી પતિ માર મારી રહ્યો છે જલદી આવો મારી નાખશે કહેતા તરત જ મહિલાના ઘેર પહોંચી ગયા હતા અને તપાસ કરતા મહિલાની એક દીકરી કેનેડા છે બીજી દીકરી અને દીકરો અહીં છે. કેનેડા રહેતી દીકરી અને પિયરમાંથી પૈસા લાવી ઘર ખર્ચ ચલાવાઇ રહ્યાનું અને પતિને રૂ.7 લાખ જેટલુ દેવુ થતાં પિયરમાંથી પૈસા લાવી ભર્યાનું જાણવા મળ્યુ હતું. સમાજમાં આબરૂ જવાની બીકે પરિણીતા મૂંગા મોઢે સહન કર્યે જતી હતી.

પરણીતા પોતે પણ ગ્રેજ્યુએટ અને શિક્ષિત છે. શરૂઆતમાં પરિણીતાએ કંઇ પણ કહેવા ઇન્કાર કર્યા બાદ પતિ દ્વારા થતા ખરાબ વર્તનની વિગતો જણાવી હતી. ત્યારબાદ પતિનુ કાઉન્સેલિંગ કરી ત્રાસ ન ગુજારવા અને કાયદાકીય જોગવાઇઓની સમજ અપાઇ હતી જેને પગલે પતિએ પણ 25 વર્ષથી પત્ની સાથે કરી રહેલ ખરાબ વ્યવહારની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવુ ન કરવાની લેખિત બાંહેધરી આપી પત્ની અને બાળકોનો વિશ્વાસ સંપાદન કરતા પરિવારમાં શાંતિ અને ખુશીનું આગમન થયુ હતું. સુરેખાબેને ઉમેર્યું કે આવા કિસ્સામાં અમારી ટીમ દ્વારા નિયમિત અંતરાલે જે તે પરિવારની મુલાકાત લેવાની રહે છે.

પતિને રૂ.7 લાખ દેવુ થતાં પિયરમાંથી પૈસા લાવ્યા હતા
મહિલાની એક દીકરી કેનેડા છે બીજી દીકરી અને દીકરો અહીં છે. કેનેડા રહેતી દીકરી અને પિયરમાંથી પૈસા લાવી ઘર ખર્ચ ચલાવાઇ રહ્યાનું અને પતિને 7 લાખ દેવુ થતાં પિયરમાંથી પૈસા લાવી ભર્યાનું જાણવા મળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...