હિંમતનગરના આગીયોલના શખ્સે ચારેક વર્ષ અગાઉ રૂ.2.20 લાખની લોન કરાવી લીધેલ ઇકોનો કોરોનામાં ધંધો બરાબર ચાલતો ન હોય શખ્સને હપ્તા ભરવાની શરતે ઈકો આપ્યા બાદ હપ્તા ન ભરી અન્યને ઇકો વેચાણ આપી દઈ છેતરપિંડી આચરતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી
આગીયોલના બિપીનગીરી રમેશગીરી ગોસ્વામીએ ચારેક વર્ષ અગાઉ દલાલ નિતીન જયંતીભાઈ ચૌહાણના માધ્યમથી ઇકો નં જી.જે-09-બીસી-8804 રૂ.3.30 લાખ નક્કી કરી 1.10 લાખ રોકડા આપીને બાકીની લોન કરાવી વેચાણ રાખી હતી. એક વર્ષ બાદ કોરોનાકાળમાં ધંધો બરાબર ચાલતો ન હોવાથી દલાલ નિતીન જયંતિ ચૌહાણને વાત કરતા તેણે સાકરોડીયા ગામના સુનિલ દિનેશભાઈ પાટીલનો સંપર્ક કરાવ્યો હતો અને તા.19-09-19 ના રોજ નોટરી વેચાણ કરાર કરી બાકીના હપ્તા ભરવાની શરતે ઈકો તેને આપી હતી.
પરંતુ 6 માસ બાદ કનક દુર્ગા ફાઇનાન્સ માંથી નોટિસો આવતાં સુનિલ દિનેશભાઈ પાટીલ પાસે તપાસ કરતાં તેણે કહ્યું હતું કે મેં ભોલેશ્વરમાં રહેતા ઘનશ્યામ હરીભાઇ સોલંકીને ગાડી આપી છે અને ઘનશ્યામભાઈનો સંપર્ક કરતાં તેણે મહેતાપુરામાં મેહુલ જયરામભાઈ દેસાઈને ઇકો વેચાણ આપી હોવાનું જણાવતા મેહુલભાઇને પૂછતાં તેણે કડીના ઘુમાસણ ગામમાં રહેતા સંજય સોમાભાઈ પટેલને રૂ.1.5લાખમાં વેચાણ આપ્યાનું જણાવતા બીપીનની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે સુનિલ પટેલ, ઘનશ્યામ સોલંકી, અને મેહુલ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.