પોલીસ ફરિયાદ:દુકાન આગળથી ખાલી કેરેટ લઇ જવા કહેતા માર માર્યો

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

હિંમતનગરના દુર્ગા બજારમાં દુકાન આગળ મૂકી ગયેલ ખાલી કેરેટ કોઇ ચોરી જશે તો જવાબદારી કોની કહેવા જતા શખ્સે અપશબ્દો બોલી માર મારતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.01/08/22 નારોજ હિતેશભાઇ નંદલાલ રામરખીયા મજુર રમેશભાઇ સાથે ખેડબ્રહ્મા ઉઘરાણી ગયા બાદ રાત્રે પોણા નવેક વાગ્યે દુર્ગા બજાર ખાતે આવેલ તેમની દુકાને આવતા દુકાનમાં તેમના ભાઇ અશોકભાઇ તથા બીજા મજૂર ગજેન્દ્ર રાઠોડ હાજર હતા.

દુકાન આગળ ખાલી કેરેટ મુકેલા જોતા ગજેન્દ્ર રાઠોડને આ ખાલી કેરેટ કોણે મૂક્યા છે પૂછતા ભાવેશભાઇ ભાટ દિવસે મૂકી ગયાનુ જણાવતા હિતેશભાઇએ ભાવેશભાઇને ફોન કરી કેરેટ કોઇ ચોરી જશે તો જવાબદારી કોની કહી કેરેટ લઇ જવા કહેતા ભાવેશભાઇએ ફોનમાં ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી નવેક વાગ્યે તેના પિતા સાથે દુકાને હાથમાં છત્રીની લોખંડની પાઇપ લઇ આવી અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતો અને બીજા ત્રણ માણસોએ પણ આવી હિતેશભાઇને ગડદાપાટુનો માર મારતા બુમાબુમ થતા આજુબાજુમાંથી માણસો આવી જતા બધા મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા. હિતેશભાઇએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...