કંપનીની લોભામણી વાતોમાં ન આવવા અપીલ:હિમતનગરમાં બટાકાની ખેતીમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા વાવેતર નહિ કરવા શપથ લીધા

સાબરકાંઠા (હિંમતનગર)3 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લન હિમતનગર તાલુકાના પ્રતાપુરા ગામમાં શનિવારે કોન્ટ્રાકટ ફાર્મિગ કરતા ખેડૂત સંગઠનનું સંમેલન યોજાયું હતું. જેમાં 10થી વધુ ગામના 150થી વધુ ખેડૂતો આવ્યા હતા અને કોન્ટ્રાકટ ફાર્મિગ નહિ કરવા પ્રતિજ્ઞા લીધી હતી. તો કંપનીની ખોટી લોભામણી જાહેરાતમાં ન આવી જવા આહવાહન કરવામાં આવ્યું હતું.

કોન્ટ્રાકટ ફાર્મિગના ખેડૂતોનું સંગઠન સંમેલન યોજાયું
કોન્ટ્રાકટ ફાર્મિગથી બટાકાનું વાવેતર કરતા ખેડૂતો પ્રતિ 20 કિલોના રૂ.300 ભાવ ન મળે તો કંપની સાથે કોન્ટ્રાકટ ફાર્મિગ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેને લઈને ખેડૂત સંગઠન માટે ઠેર ઠેર જીલ્લામાં કોન્ટ્રાકટ ફાર્મિગના ખેડૂતોનું સંગઠન સંમેલન યોજાઈ રહ્યું છે. બનાસકાંઠા થી શરૂઆત થઇ હતી ત્યારબાદ સાબરકાંઠાના વડાલી પ્રાંતિજના સોનાસણમાં થયું હતું. તો ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા બનાસકાંઠા જીલ્લાના કોન્ટ્રાકટ ફાર્મિગથી ખેતી કરતા ખેડૂતોનું સંગઠન થયું છે અને હવે તાલુકાના ખેડૂતોને કંપનીની લોભામણી વાતો ન આવવા અને સંગઠન સાથે રહેવા આહવાહન કરવામાં આવી રહ્યું છે.

કોન્ટ્રાકટ ફાર્મિગથી ખેતી નહિ કરવા પ્રતિજ્ઞા લીધી
તેવું શનિવારે યોજાયેલા પ્રતાપપુરામાં કોન્ટ્રાકટ ફાર્મિગથી વાવેતર કરતા અને આયોજક પ્રતિક પટેલ અને કલ્પેશ પટેલે જણાવ્યું હતું. 150થી વધુ કોન્ટ્રાકટ ફાર્મિગથી વાવેતર કરતા ખેડૂતો હાજર રહ્યા હતા. પોષણક્ષમ ભાવો નથી મળતા તો ખાતર, બિયારણ મોઘું છે તો કોન્ટ્રાકટ ફાર્મિગથી બટાકાનું વાવેતર કરવાનું પોષાતું નથી. આ સંમેલનમાં પ્રતાપપુરા, નવા,સોનાસણ, મોટી ડેમાઈ, રામપુર, જાંબુડી, સુરપુર, હાંસલપુર અને કેશરપુરા કમ્પાના150થી વધુ કોન્ટ્રાકટ ફાર્મિગથી વાવેતર કરતા ખેડૂતો એકઠા થયા હતા અને કોન્ટ્રાકટ ફાર્મિગથી ખેતી નહિ કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...