ફરિયાદ:યુવતી સાથે લગ્ન કરી સાસરીમાં ન લઇ જઇ જાતિ અપમાનિત કરી ધમકી આપી

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયડના અમીયાપુરના પરણીત યુવક સામે ફરિયાદ
  • પૂર્વ પત્નીની હયાતીમાં યુવકે લગ્ન કરી લીધા, તલોદ તાલુકાની યુવતીએ એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાવ્યો

બાયડના અમીયાપુરના પરણીત યુવકે તલોદ તાલુકાની યુવતી સાથે લગ્ન કરી સાસરીમાં ન લઇ જતા અને તું અમારા સમાજમાં ન શોભે કહી જાતિવિષયક અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. યુવક સામે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાતાં એસ.સી. - એસ.ટી. સેલના ડીવાયએસપીએ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બાયડના અમીયાપુરના ઘેલાભાઇ ડાહ્યાભાઇ રાવળે મૂળ તેના જ ગામની અને હાલ તલોદના મોહનપુરમાં રહેતી અનુસૂચિત જાતિની 29 વર્ષીય યુવતી સાથે પોતે પરણીત હોવા છતાં પૂર્વ પત્નીની હયાતીમાં લગ્ન કરી લીધા હતા અને લગ્ન કર્યા બાદ યુવતીએ વારંવાર સાસરીમાં લઇ જવાનું કહેતા અને ઘર સંસાર ન બગડે તે હેતુસર પ્રયાસો કર્યા હતા.

પરંતુ ઘેલાભાઇ રાવળે તું અમારા સમાજમાં ન શોભે તેવુ કહી જાતિવિષયક અપમાનિત કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા તલોદ પોલીસે ઘેલાભાઇ ડાહ્યાભાઇ રાવળ સામે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાતા એસ.સી. - એસ.ટી. સેલના ડીવાયએસપીએ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...