ફરિયાદ:રાજપૂતાના સિમ્બોલવાળો શર્ટ પહેરી સ્ટેટસમાં મૂકતા દલિત યુવકને માર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના સીંગા ગામનો બનાવ, 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
  • ગામના​​​​​​​ શખ્સોએ ધમકી આપી જાતિવિષયક અપમાનિત કરી માથામાં પથ્થરમાર્યો

ઇડરના સીંગા ગામના દલિત યુવકે રાજપૂતાના લખેલ સિમ્બોલ વાળુ શર્ટ પહેરી તેનો ફોટો પાડી સ્ટેટસમાં મૂકવાના મામલે ગામના શખ્સોએ ધમકીઓ આપી જાતિ વિષયક અપમાનિત કરી મારમારતા જાદર પોલીસે બે અજાણ્યા શખ્સો સહિત 6 જણાં વિરુદ્વ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સીંગાના સંદિપકુમાર ફુલાભાઇ ચેનવાએ ત્રણેક દિવસ અગાઉ રાજપૂતાના લખેલ સિમ્બોલ વાળુ શર્ટ પહેરી ફોટો પાડી સ્ટેટસ મૂક્યુ હતું. જેને પગલે ગામના બાલાજી સરતાનજી ઠાકોર, મેહુલજી હરીજી ઠાકોર અને અર્જુનજી રૂપસિંહ ઠાકોરે ફોન કરીને જાતિ વિષયક અપશબ્દો બોલી ઓકાતમાં રહેજે નહીં તો જાનથી મારી નાખીશુંની ધમકીઓ આપી હતી.

ત્યારબાદ તા.30-05-22 ના રોજ રાત્રે જમીને ગલ્લા પર જતા સાડા નવેક વાગ્યે બાલાજી, મેહુલજી, અર્જુનજી, હાર્દિકજી કોદરજી ઠાકોર અને બે અજાણ્યા શખ્સો આવી ચઢ્યા હતા અને ફરીથી અપશબ્દો બોલી સ્ટેટસ પર મૂકેલ સ્ટોરી ડિલીટ કરી નાખ કહેતા ડિલીટ કરવાની ના પાડતાં હાર્દિકજીએ માથામાં પથ્થર મારી અન્ય લોકોએ ગડદાપાટુનો માર મારી કપડા ફાડી નાખ્યા હતા. જાદર પોલીસે બે અજાણ્યા શખ્સો સહિત છ જણાં વિરુદ્વ એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...