ખેડૂતની ઉપજની આશા પર ધોવાણ:પ્રાંતિજમાં ઓરાણ સીમમાંથી પસાર થતી હાથમતી માઇનોર ઓવર ફ્લો; કેનાલની સફાઈ ન થતાં ખેતરમાં પાણી ફરી વળ્યું

સાબરકાંઠા (હિંમતનગર)21 કલાક પહેલા

પ્રાંતિજના અનવપુરા પાસેની ઓરાણ સીમમાં આવેલા ખેતર પાસેથી પસાર થતી હાથમતી માઇનોર કેનાલની સફાઈ કરાયાં વગર તેમાં પાણી છોડાતાં ખેડૂતને નુકસાન થયું હતું. કેનાલ ઓવર ફલો થઈ હતી જેને લઈને કેનાલ પાસે આવેલા ખેતરમાં બટાકાના પાક પર પાણી ફરી વળ્યું હતું.

બે વિઘાના બટાકાના પાકને નુકસાન
પ્રાંતિજના અનવપુરા પાસે આવેલ ઓરાણ સીમમાં આવેલ ખેતરની પાસેથી પસાર થતી હાથમતી માઇનોર કેનાલની સફાઈ કરાયાં વગર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ કારણે કેનાલ ઓવર ફલો થઈ હતી જેને લઈને કેનાલ પાસે આવેલા ખેતરમાં પાણી ફરી વળ્યું હતું. જેથી ખેતર બેટમાં ફેરવાયુ હતું. ખેડૂત દિનેશ જોઇતા પટેલના ખેતરમાં બે વિઘાના બટાકાના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ જ ખેતરમાં પાણી ફળી વળ્યુ હતું.

તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂત બન્યો
ખેતરમાં પાણી ફરી વળતા બે વિઘામાં બટાકાનું બિયારણ પણ પાણીમાં ગયું હતું. તંત્રની બેદરકારીના ભોગે ખેડૂતને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂત દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરતાં તાત્કાલિક કર્મચારીઓ દોડી આવ્યા હતાં અને કેનાલનું પાણી ઓછું કરી જેસીબી મશીનની મદદથી સફાઈ હાથ ધરવામાં આવી હતી. કેનાલમાં રહેલ જાળી-ઝાંખરા, પ્લાસ્ટિક સહિતનો બે ટ્રક ભરીને કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ બટાકાના પાક ઉપર પાણી ફરી વળતાં ખેડૂતને ખેડ, બિયારણ, મંજૂરી, ખાતર-દવા સહિતનો ખર્ચ પાણીમાં ગયો હતો. આમ બેદરકારીનો ભોગ ખેડૂત બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...