• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Hathmati And Harnao Reservoirs Filled 100 Percent; Jawanpura Barrage 96 Percent Full; The Body Of The Missing Youth In Mashal Was Found In The Village Pond

જળાશયોની જળસપાટીમાં વધારો:હાથમતી અને હરણાવ જળાશય 100 ટકા ભરાયું; જવાનપુરા બેરેજ 96 ટકા ભરાયો; મશાલમાં ગુમ યુવાનની ગામના તળાવમાંથી લાશ મળી

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં 12 દિવસના અંતરે હાથમતી અને હરણાવ જળાશય 100 ટકા ભરાઈ ગયું છે. તો બે વર્ષ બાદ વિજયનગરનું હરણાવ જળાશય ભરાઈ જતાં પોળો ફોરેસ્ટની સુંદરતામાં વધારો થયો છે, જેને લઈને હવે પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળશે.

વિજયનગર તાલુકામાં ચોમાસાની સિઝનમાં 127 ટકા વરસાદ નોંધાયો
વિજયનગર તાલુકામાં ચોમાસાની સિઝનમાં 127 ટકા વરસાદ નોધાયો છે, જેને લઈને કુદરત ખીલી ઉઠી છે. ત્યારે પોળો ફોરેસ્ટ સહીત સમગ્ર વિસ્તારમાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. હવે હરણાવ જળાશય 100 ટકા ભરાઈ જતાં તેની સુંદરતામાં વધારો થયો છે. જેને લઈને હવે પ્રવાસીઓનો ધસારો વધી જવાની શક્યતાઓ જોવા મળી છે. હવે ભરાયેલા જળાશયમાં લીલી ચાદરમાં લપેટાયેલા ડુંગરોનું પાણીમાં પ્રતિબિંબ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે અને આ તસ્વીર સાથે પોતાની યાદગીરીની એક ક્લિક કરવાનું પણ પ્રવાસીઓ ચુકશે નહિ.

હાથમતીમાં 619 ક્યુસેક પાણીની આવક-619 ક્યુસેક પાણીની જાવક
જીલ્લામાં 81 ટકા ભરાયેલા ગુહાઈમાં 50 ક્યુસેક પાણીની આવક, 100 ટકા ભરાયેલા હાથમતીમાં 619 ક્યુસેક પાણીની આવક અને 619 ક્યુસેક પાણીની જાવક, 96 ટકા ભરાયેલા જવાનપુરા બેરેજમાં 550 ક્યુસેક પાણીની આવક અને 550 કયુસેક પાણીની જાવક, 100 ટકા ભરાયેલ હરણાવમાં 30 ક્યુસેક પાણીની આવક અને 66 ટકા ભરાયેલ ખેડવામાં 200 ક્યુસેક પાણીની આવક અને 200 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે.

મશાલ ગામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત
​​​​​​​સાબરકાંઠાના ઇડર તાલુકાના મશાલ ગામનો યુવાન વિશાલભાઈ જયંતીભાઈ જાદવ (ઉ.વ. 20) શનિવારે ઘરેથી ગયા બાદ પરત આવ્યો ન હતો. તેની શોધખોળ કરતા ગામમાં તળાવના કિનારે કિનારે યુવાનના ચંપલ અને મોબાઇલ મળ્યા હતા. જેને લઈને ઇડર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. રાત્રે તળાવમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. ગઈકાલે રવિવારે ફરી શોધખોળ હાથ ધરી અને છ કલાક બાદ વિશાલનો મૃતદેહ મળ્યો હતો. જેને ઇડર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો 20 વર્ષના યુવાનનુ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાના સમાચાર મળતાં ગામના લોકોમાં શોકની લાગણી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...