ફરિયાદ:હિંમતનગરના લાલપુર (સવગઢ) ની અને વડાલીના મણીનગરકંપાની પરિણીતાને ત્રાસ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પરિણીતાઓને સાસરિયા કામકાજ બાબતે અવારનવાર ત્રાસ આપતા હતા
  • લાલપુરની પરિણીતાએ 10 અને મણીનગરકંપાની પરિણીતાઅની 4 સામે ફરિયાદ

હિંમતનગરના હાથરોલની અને લાલપુર (સવગઢ) માં પરણાવેલ મહિલાને લગ્ન બાદ અવારનવાર પતિ, સાસુ, સસરા સહિતનાએ દહેજની માંગણી કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપી કાઢી મૂકતાં મહિલાએ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં 10 જણાં વિરુદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાથરોલની રવિનાબેનના લગ્ન લાલપુર (સવગઢ) ગામના રાહુલકુમાર કાંતિભાઇ પરમાર સાથે થયા બાદ લગ્રજીવન દરમિયાન પતિ રાહુલકુમાર તેમજ સસરા કાંતિભાઇ મોતીભાઇ પરમાર, સાસુ મધીબેન કાંતિભાઇ પરમાર, રાગીણીબેન કાંતિભાઇ પરમાર, ભરતકુમાર કાંતિભાઇ પરમાર, નિર્મલભાઇ જયંતિભાઇ પરમાર, મહેશભાઇ કાંતિભાઇ રાઠોડ, અનીતાબેન મહેશભાઇ રાઠોડ, ક્રિષ્નાબેન રાજેન્દ્રપ્રસાદ સોલંકી અને રાજેન્દ્રપ્રસાદ રમણભાઇ સોલંકી અવાર નવાર રીટાબેન સાથે બોલાચાલી કરી ત્રાસ ગુજારતા હતા તેમજ દહેજની માંગણી કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપી કાઢી મૂકતાં રીટાબેને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં દસ જણા સામે ત્રાસ ગુજારવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વડાલીના મણીનગર કંપાની મહિલાને લગ્ન બાદ પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા ત્રાસ ગુજારતા મહિલાએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાદરી ગામના ધર્મિષ્ઠાબેનના લગ્ન મણીનગર કંપામાં રહેતા મહેલકુમાર રમેશભાઇ પટેલ સાથે થયા બાદ પતિ અને નણંદ હેતલબેન ધીરજભાઇ પટેલ અવારનવાર બોલાચાલી તકરાર કરી ત્રાસ ગુજારી માર મારતા હતા. તેમજ સસરા રમેશભાઇ લવજીભાઇ પટેલ અને સાસુ હંસાબેન રમેશભાઇ પટેલ પતિ મેહુલભાઇની ચઢવણી કરતાં પતિએ અવાર નવાર ઝઘડો કરી માર મારતા ધર્મિષ્ઠાબેને ચારેય જણાં વિરુદ્વ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...