હિંમતનગરના મનોરપુરની અને અમદાવાદ પરણાવેલ મહિલાને લગ્રના ચારેક માસ બાદથી પતિ અને સાસુ ઘરકામ બાબતે બોલાચાલી કરી તારા બાપે પિત્તળના દાગીના આપ્યા છે કહી મહેણા ટોણા મારતાં તેમજ જેઠ અને નણદોઇ પણ પતિની ચઢમણી કરતા પતિએ ત્રાસ ગુજારતા ચારેય સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મનોરપુરના રીટાબેન ખેમાભાઇ સોલંકીના લગ્ન ગુણવંતભાઇ શનાભાઇ વાઘેલા (રહે. 355 નારાયણપુરા શાસ્ત્રીનગર અમદાવાદ) થયા બાદ લગ્રના ચારેક માસ બાદથી પતિ તથા સાસુ વાલીબેન શનાભાઇ વાઘેલા રીટાબેનને ઘરકામ બાબતે બોલાચાલી કરી હેરાન પરેશાન કરતા હતા.
તેમજ તારા બાપે પિત્તળના દાગીના આપ્યા છે કહી મહેણા ટોણા મારી તારા બાપના ત્યાંથી રૂ.1 લાખ લઇ આવ નહી તો ઘરમાંથી નીકળી જા કહી રીટાબેન સાથે ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. જેઠ કનુભાઇ કેશાભાઇ વાઘેલા (રહે. પલ્લાચર તા.પ્રાંતિજ), નણંદોઇ ભરતભાઇ ગલજીભાઇ સોલંકી (રહે. નરોડા દહેગામ GIDC ની બાજુમાં વ્રજભૂમી પ્લોટ) રીટાબેનની વિરૂદ્વમાં પતિ ગુણવંતભાઇની ચઢમણી કરતા રીટાબેન પર પતિએ ત્રાસ ગુજાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.