મેધા અનરાધાર:ખેડબ્રહ્મામાં સવા ઇંચ વરસાદ, 18 દિવસ બાદ આઠમાંથી છ તાલુકામાં નોંધાયો વરસાદ, બસ સ્ટેશનમાં લોકોની દોડધામ મચી

સાબરકાંઠા (હિંમતનગર)18 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં ખેડબ્રહ્મા તાલુકામાં સવા ઇંચ વરસાદ નોધાયો હતો. તો બીજી તરફ 18 દિવસ બાદ જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઇ હતી અને આઠ માંથી છ તાલુકામાં વરસાદ નોધાયો હતો.

ભારે બફાર અને ગરમી આગાહી વચ્ચે જીલ્લામાં શનિવારે બપોર બાદ ખેડબ્રહ્માથી વરસાદે એન્ટ્રી કરી હતી. બપોરે ભારે પવન ફૂંકાયો હતો, ત્યારબાદ વરસાદ શરુ થયો હતો. તો બે કલાકમાં પોણો ઇંચ અને 24 કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. તો જીલ્લામાં વાતવરણમાં પલટો આવ્યા બાદ આઠ તાલુકામાંથી છ તાલુકામાં વરસાદ નોધાયો હતો. જેમાં પાંચ તાલુકામાં સવા સો ટકાથી વધુ, એક તાલુકામાં સો ટકા અને બે તાલુકામાં 80 ટકા વરસાદ ચોમાસાની સીઝનનો નોધાયો છે. 24 કલાકમાં ખેડબ્રહ્મામાં સવા ઇંચ, પોશીના અને વિજયનગરમાં પોણો-પોણો ઇંચ વરસાદ નોધાયો હતો. જેમાં ખેડબ્રહ્મામાં 29 મીમી, પ્રાંતિજ 01 મીમી, પોશીના 15 મીમી, વડાલી 02 મીમી, વિજયનગર 15 મીમી અને હિંમતનગરમાં 01 મીમી વરસાદ નોંધાયો હતો.

જીલ્લાના 82.14 ટકા ભરાયેલા ગુહાઈમાં 50 ક્યુસેક પાણીની આવક, 100 ટકા ભરાયેલ હાથમતીમાં 619 ક્યુસેક પાણીની આવક અને 619 ક્યુસેક પાણીની જાવક, તો હરણાવ 100 ટકા ભરાયો છે. જેમાં કોઈ આવક નથી હાલમાં તો 68.87 ટકા ભરાયેલ ખેડવામાં 100 ક્યુસેક પાણીની આવક અને 100 ક્યુસેક પાણીની જાવક,96.99 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં 366 ક્યુસેક પાણીની આવક અને 366 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...