દસ દિવસના વિરામ બાદ ફરી વરસાદ જામ્યો:ખેડબ્રહ્મમાં અડધો ઇંચ વરસાદ, હાથમતી બાદ બે વર્ષે હરણાવ જળાશય 100 ટકા ભરાશે

સાબરકાંઠા (હિંમતનગર)25 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં ૧૦ દિવસ બાદ ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ હાથમતી બાદ હરણાવ જળાશય 100 ટકા ભરાશે. આમ જીલ્લામાં બીજું જળાશય ભરાશે તો બાકીના બે જળાશયમાં પણ સારું પાણી ભરાયું છે.

ભારે બફારા બાદ અડધો ઇંચ વરસાદ
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં આઠમાંથી છ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોધાયો છે, તો બે તાલુકામાં ૮૦ ટકા વરસાદ નોધાયો છે. તો ૨૪ કલાકમાં આઠમાંથી એક ખેડબ્રહ્મા તાલુકામાં ભારે બફારા બાદ પવન સાથે અડધો ઇંચ એટલે કે ૧૨ મીમી વરસાદ નોંધાયો હતો. જેને લઈને રોડ પર પાણી ભરાઈ ગયા હતા.

જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક વધી
જિલ્લામાં બે વર્ષ બાદ હરણાવ જળાશય ૧૦૦ ટકા ભરાશે. હાલમાં ૯૯.૫૦ ટકા ભરાયું છે, તો પાણીની આવક હાલમાં ૫૦ કયુસેક પાણી આવી રહ્યું છે. તો આ અંગે હરણાવ જળાશયના સેક્શન ઓફિસર અક્ષય ભુરીયાએ જણાવ્યું હતું કે, હરણાવ જળાશય ૨૦૨૦માં ૧૦૦ ટકા ભરાયો હતો. ત્યારબાદ ૨૦૨૧માં ૬૪ ટકા ભરાયો હતો અને આ વર્ષે ૨૦૨૨માં ૧૦૦ ટકા ભરાવવાની તૈયારી છે. ત્યારબાદ પાણીના આવકની પ્રમાણમાં પાણી છોડવામાં આવશે. તો ૧૦૦ ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં ૮૬૫ કયુસેક પાણીની આવક અને ૮૬૫ કયુસેક પાણીની જાવક થઇ રહી છે. ૬૫ ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં ૨૦૦ કયુસેક પાણીની આવક અને ૧૭૦ કયુસેક પાણીની જાવક છે. લાંબા સમય બાદ ગુહાઈ જળાશય ૮૧ ટકા ભરાયો છે, જેમાં ૧૦૦ કયુસેક પાણીની આવક છે. તો ૪૩ ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં ૪૫૦ કયુસેક પાણીની આવક નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...