પોલીસ દ્વારા જન-જાગૃતી:હિંમતનગરની કોલેજમાં e-firની માર્ગદર્શન શિબિર, જીલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત રહી વિધાર્થીઓને આપી એપ્લીકેશનની સમજ

સાબરકાંઠા (હિંમતનગર)5 દિવસ પહેલા
  • હવે ફરિયાદ કરવા માટે કોઈ પોલીસ મથકે જવાની જરૂર નથી

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના મોતીપુરા વિસ્તારમાં આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુવારે જીલ્લા પોલસી વડાની અધ્યક્ષતામાં e-fir માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે જવાની જરૂર નથી. મોબાઇલમાં સીટીઝન ફર્સ્ટ એપમાં તમામ વિગત ભરીને એટલે ઓનલાઈન ફરિયાદ કરી શકાશે. જેને લઈને પોલીસ એપના આધારે ફરિયાદ નોધી તપાસ હાથ ધરશે.

પ્રોજેક્ટર દ્વારા નાની ફિલ્મ થકી જાણકારી આપી
હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની અધ્યક્ષતામાં e-fir નો માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. તો પ્રથમ માર્ગદર્શન શિબિરમાં હાજર વિધાર્થીઓને મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી સીટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવી હતી. ત્યારબાદ તેના વિશેનું માર્ગદર્શન આપ્યું હતું. તો આ અંગે પ્રોજેક્ટર દ્વારા નાની ફિલ્મ થકી જાણકારી આપી હતી. આ e-fir માર્ગદર્શન શિબિરમાં સાયબર ક્રાઈમના પીઆઈ જે.એ.રાઠવાએ અવેરનેશ લઈને સોશીયલ મીડિયામાં થતા ક્રાઈમ વિશેની સમજ આપી હતી. તો ટ્રાફિક શાખાના પીઆઈ જે.એમ.વાઘેલા ટ્રાફિકના નિયમ વિશે અને અવેરનેશ વિશે જાણકારી આપી હતી. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા લાયસન્સ વિશે, તેના નિયમો વિશે જાણકારી પૂરી પાડી હતી.

હવે ફરિયાદ કરવા માટે કોઈ પોલીસ મથકે જવાની જરૂર નથી
જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાં સાદા મોબાઇલ હતા, ત્યારે ગુન્હાનો પ્રમાણ ઓછું હતું. પરંતુ સ્માર્ટ ફોન આવતા ઈન્ટરનેટ અને સોશયલ મીડિયાને લઈને સાયબર ક્રાઈમના ગુનાઓ વધવા લાગ્યા છે. ત્યારે યુવાધન ઈન્ટરનેટના ઉપયોગ થકી સાશિયલ મીડિયામાં ઓનલાઈન ચીટીંગ કરી બેંકમાંથી નાણા ઉપાડી લેવાની ગુનાઓ વધુ બનતા હોય છે. જેની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવતી હોય છે. જોકે હવે ફરિયાદ કરવા માટે કોઈ પોલીસ મથકે જવાની જરૂર નથી. હવે સીટીઝન ફર્સ્ટ એપ તમામ થકી મોકલતા જેતે પોલીસ સ્ટેશનમાં મળતા ફરિયાદીને પોલીસ દ્વારા ફોન કરીને સ્થળ પર તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...