ફરિયાદ:ઈડરના કેશરપુરામાં શ્રીજીની મૂર્તિ સ્થાપન મુદ્દે જૂથ અથડામણ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 ઘાયલ, 14 શખ્સોની અટકાયત, જાદર પોલીસે 23 વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી

ઇડરના કેશરપુરામાં બુધવારે મોડી સાંજે ગણેશજીની મૂર્તિ સ્થાપન કરવા મામલે બે જૂથ વચ્ચે સર્જાયેલ ઘર્ષણ મારામારીમાં પરિણામતા 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી જેને પગલે જાદર પોલીસે 23 શખ્સો વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

કેશરપુરાના પ્રવિણસિંહ હુજસિંહ ચૌહાણે નોંધાવેલ ફરિયાદની વિગત એવી છે કે મોટાવાસના માણસોએ કેશરપુરામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી જેને પગલે જેહુસિંહ સોવનસિંહ ઝાલા, વજેસિંહ વિરમસિંહ ઝાલા,રણજીતસિંહ કોદરસિંહ ઝાલા,ધૂળસિંહ કોદરસિંહ ઝાલા, દિવાનસિંહ કોદરસિંહ ઝાલા, ચંદુસિંહ ઉર્ફે જીતેન્દ્રસિંહ સેધુસિંહ ઝાલા, વાલુસિંહ વિરમસિંહ ઝાલા, દશરથસિંહ કાળુસિંહ ઝાલા અને ફુલસિંહ દીવાનસિંહ ઝાલા ભેગા થઈને આવ્યા હતા

અને રણજીતસિંહ ઝાલાએ કરણસિંહ પોપટસિંહ ચૌહાણને કહ્યું હતું કે આ જગ્યા અમારી છે તમે અહીંથી ગણપતિની મૂર્તિ ઉપાડી લઈ તમારી જગ્યામાં લઈ જાઓ તમામ શખ્સોએ વજેસિંહ વિરમસિંહ ઝાલાએ પ્રવિણસિંહ ચૌહાણને લાકડી મારી હતી. દશરથ સિંહ અને ફુલસિંહ મારવા લાગ્યા હતા. પથ્થરો મારતાં દિલીપસિંહ ચૌહાણને શરીરે ઇજાઓ થઈ હતી

આ ફરિયાદની સામે કિરણસિંહ જેહુસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરેલ હોય તેઓ અન્ય વ્યક્તિઓ સાથે દર્શન કરવા જતા કરણસિંહ પોપટસિંહ ચૌહાણ, દિલીપસિંહ હુંજસિંહ ચૌહાણ, રોહિતસિંહ દશરથસિંહ ચૌહાણ, બાબરસિંહ જગતસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ હુંજસિંહ ચૌહાણ, અરવિંદસિંહ ડાહ્યુંસિંહ ચૌહાણ, કાળુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ, વિષ્ણુસિંહ દિપસિંહ ચૌહાણ, દશરથ સિંહ બેચરસિંહ ચૌહાણ, વાઘુસિંહ માણકુંસિંહ ચૌહાણ, નિકુલસિંહ સોમસિંહ ચૌહાણ, રાહુલસિંહ રામસિંહ ચૌહાણ, મેરુસિંહ દશરથસિંહ ચૌહાણ, અને મેહુલસિંહ રણજીતસિંહ ચૌહાણ આવી

તમે અહીં કેમ દર્શન કરવા આવો છો કહી કરણસિંહ ચૌહાણે કિરણસિંહના પિતા જેહુસિંહ સોવનસિંહને તલવાર મારતા હાથ ઉપર ઈજા થઈ હતી. દિલીપસિંહ ચૌહાણે લોખંડની પાઇપ મારતા કિરણસિંહ ઝાલાના માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. બાબરસિંહે રંગુસિંહને લાકડીઓ મારી હતી. રોહિતસિંહે લાકડી મારતા સુર્યાબેનને ઇજાઓ થઈ હતી. પથ્થરમારામાં જેહુંસિંહ ઝાલા, કિરણસિંહ ઝાલા, રંગુસિંહ અને સૂર્યાબેન ઇજાગ્રસ્ત થયા હતા. જાદર પોલીસને 14 શખ્સોને અટક કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...