પ્રવચન:જે મહાપુરુષો જીવનમાં ઉત્તમ કાર્ય કરી ગયા તે મહાપુરુષો લોકોના હૃદયમાં હંમેશ માટે અમર બની જાય છે:મુનિશ્રી

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી, મુનિ શ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

ગુરુ ગોવિંદ દોનો ખડે કીનકો લાગુ પાય, બલ્હારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. આજે અકબર પ્રતીબોધક જગદ્દગુરુ હીરવિજય સુરીશ્વરજીનો સ્વર્ગવાસ દિવસ છે. જેમણે વિક્રમની 17મી સદીમાં સમગ્ર ભારતમાં જૈન ધર્મ અહિંસા ધર્મનો અદભુત પ્રચાર પ્રસાર કરીને મુસલમાન બાદશાહ અકબરનું હૃદય પરિવર્તન કરીને એની પાસે દયા ધર્મનું પાલન કરાવ્યું હતું. "ઉત્તમના ગુણ ગાતા ગુણ આવે નીજ અંગ" દુનિયામાં અનેક લોકોના મરણ થાય છે. પરંતુ બધા મરણ ની નોંધ થતી નથી. જે મહાપુરુષો જીવનમાં ઉત્તમ કાર્ય કરી ગયા તે મહાપુરુષો લોક હૃદયમાં હંમેશ માટે અમર બની જાય છે.

અકબર અને અબુફજલે જગદગુરુ હીરવિજય સુરીજી વિશે જે કહ્યું છે તેનો ઉલ્લેખ આઈને અકબરી અને તુજક -એ- જહાંગીરી નામે ગ્રંથો માંથી મળી આવે છે. વ્યક્તિગત અહિંસાનું પાલન કરવું હજીય શક્ય છે. પણ દેશના શાસક પાસે અહિંસા નું પાલન કરાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તે કામ તેઓશ્રીએ પોતાના નિર્મળ જીવનના પ્રભાવે કરી બતાવ્યું. એક અપેક્ષાએ કહીએ તો ભગવાન મહાવીરના સમયમાં તેઓશ્રીના પરમ ભક્ત રાજા શ્રેણીક અહિંસા માટે જે કાર્ય કરી ન શક્યા તે કામ તેમણે કર્યું. આવા જ્ઞાની, ધ્યાની, સંયમી અને ધર્મ પ્રભાવક મહાપુરુષે અનેક લોકોને જૈન ધર્મથી ભાવિત, પ્રભાવિત કર્યા છે.

તેમનો જન્મ વિ.સં 1583 માગશર સુદ-નોમના દિવસે પાલનપુરમાં થયો હતો. માતાનું નામ નાથીબાઈ પિતાનું નામ કુરાશાહ હતું. તેઓ પૂ. આચાર્યશ્રી દાન સુરીજીના શિષ્ય હતા. 12 વર્ષની ઉંમરે દીક્ષા થઈ નામ પડ્યું મુનિ શ્રી હીર હર્ષ વિજયજી માત્ર 27 વર્ષની ઉંમરે ગુરુએ આચાર્ય પદવી આપી છેલ્લુ ચોમાસુ પુના ગામમાં હતું. ચાતુમાસના પ્રારંભમાં જ સ્વાસ્થ્ય બરાબર ન હતું શરીર પર સોજા અનેક રોગો પેદા થયા હતા. પરંતુ સમતા ભાવે સહન કરતા હતા. ઔષધો ઉપચાર પણ બંધ કર્યા હતા.

પરંતુ શ્રાવકોએ ઘોષણા કરી કે જ્યાં સુધી ગુરુદેવ ઔષધ નહીં લે ત્યાં સુધી અમારે ઉપવાસ, શ્રાવિકાઓ ઘોષણા કરાવી કે જ્યાં સુધી ગુરુદેવ ઔષધ નહીં લે ત્યાં સુધી અમારા બચ્ચાને ધવડાવીશું નહીં. તેથી ગુરુદેવે સંઘની ભાવનાને માન આપીને ઔષધ ગ્રહણ કર્યું. ભાદરવા સુદ-11 ને દિવસે સાધના મગ્ન આચાર્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. શ્રી સંઘમાં માતમ છવાયો. આંબાવાડીમાં અગ્નિસંસ્કાર થયો જે આંબા વાંઝીયા હતા તે નવપલ્લવી થયા.

કેરીઓથી વૃક્ષ નમી ગયા ભાદરવા સુદ 10ના દિવસે વિશુદ્ધ સંયમી, સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યશ્રી વિજય જય ધોષ સુરીજીના પિતા મુનિ તથા ગુરુદેવ મુનિપ્રવર શ્રી ધર્મધોષ વિજયજી મ.સા નો સ્વર્ગવાસ દિવસ હતો. જિંદગીના અંતિમ સમયે બેભાન અવસ્થામાં સતત અરિહંત,સિદ્ધ,આચાર્ય, ઉપાધ્યાય, સાધુ નમો અરીહંતાણનું અદભુત રટણ હતું. ડોક્ટરો પણ હેરત પામી ગયા આખી જિંદગી જે કર્યું તે અંતિમ સમયમાં આવી ગયુ. વંદન છે વિશ્વાવિભૂતિને.

અન્ય સમાચારો પણ છે...