વિવાદ:ખેડબ્રહ્માના ભરમીયામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસને ગોંધી રાખી હુમલો કર્યો

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરોજ પોલીસની રેડમાં 1 જગ્યાએ દારૂ મળ્યો, બીજે ન મળ્યો, 6 ફરાર, 2 છૂ
  • તમને ઘરમાં ઘૂસવા નહીં દઇએ કહી મહિલાએ પોલીસ કર્મચારીની ફેંટ પકડી

ખેડબ્રહ્માના ભરમીયામાં દારૂની બાતમીને આધારે ખેરોજ પોલીસે મોડી બપોરે એક જગ્યાએ રેડ કરી બીજા મકાનમાં રેડ કરવા જતાં દારૂ તો ન મળ્યો પરંતુ 8 શખ્સોએ પોલીસને ઘેરી લઇ ખેંચતાણ કરી ગોંધી રાખી હુમલો કરતાં વધુ પોલીસ આવી પહોંચતાં 6 શખ્સો ફરાર થઇ ગયા હતા અને બે ને પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.04-05-22 ના રોજ ખેરોજ પોલીસને ભરમીયાના લખમાભાઇ મીનાભાઇ ડામોર પોતાના ઘેર દેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે બપોરે સાડા ત્રણેક વાગ્યે રેડ કરી લખમાભાઇના ઘેરથી 25 લિટર દેશી દારૂ પકડવા દરમિયાન તેમના મકાનથી થોડેક દૂર ઇન્દુભાઇ નવાભાઇ ડામોરના ઘરમાં પણ દેશી દારૂ હોવાની માહિતી મળતાં પોલીસ ઇન્દુભાઇના ઘેર ગઇ હતી અને ઘર બંધ હોઇ ઇન્દુભાઇના ભાઇ ઇશ્વરભાઇ પાસે ચાવી મંગાવી તેમની હાજરીમાં ઘરમાં તપાસ કરતા કંઇ મળી આવ્યું ન હતું.

આ દરમિયાન નવાભાઇ મીનાભાઇ ડામોર, ઇન્દુભાઇ નવાભાઇ ડામોર, બિજલબેન ઇન્દુભાઇ ડામોર, મંજુબેન મનુભાઇ ડામોર, નારણભાઇ મોહનભાઇ ડામોર, મનુભાઇ અણદાભાઇ ડામોર, સંજયભાઇ લખમાભાઇ ડામોર અને ઇશ્વરભાઇ નવાભાઇ ડામોર આવી ગયા હતા અને કેમ અમારા ઘેર રેડ કરવા આવ્યા છો, દારૂ નહીં મળે ઘરમાંથી તો જવા નહીં દઇએ કહી બિજલબેન ડામોરે દિનેશભાઇ સુરજીભાઇ ની ફેંટ પકડી હતી અને અન્ય શખ્સોએ 4 પોલીસકર્મીઓને ઘેરી લઇ ખેંચતાણ કરી હુમલો કરી ગોંધી રાખવા દરમિયાન પીઆઇ બી.પી. ડોડીયા વધુ પોલીસ કર્મીઓને લઇ આવી પહોંચતા 6 શખ્સો ફરાર થઇ ગયા હતા અને નવાભાઇ મીનાભાઇ ડામોર તથા ઇન્દુભાઇ નવાભાઇ ડામોરને પોલીસે પકડી લીધા હતા. દિનેશભાઇ સુરજીભાઇની ફરિયાદને આધારે ખેરોજ પોલીસે તમામ 8 જણાં વિરુદ્વ ગુનો નોંધ્યો છે.

પોલીસને ગોંધી રાખનારમાં 3 મહિલાઓ અને 5 પુરુષ
1. નવાભાઇ મીનાભાઇ ડામોર, 2. ઇન્દુભાઇ નવાભાઇ ડામોર, 3. બીજલબેન ઇન્દુભાઇ ડામોર, 4. મંજુબેન મનુભાઇ ડામોર, 5. નારણભાઇ મોહનભાઇ ડામોર, 6. મનુભાઇ અણદાભાઇ ડામોર, 7. સંજયભાઇ લખમાભાઇ ડામોર, 8. ઇશ્વરભાઇ નવાભાઇ ડામોર (તમામ રહે. ભરમીયા તા. ખેડબ્રહ્મા)

અન્ય સમાચારો પણ છે...