વરસાદની ધમાકેદાર એન્ટ્રી:સાબરકાંઠા જિલ્લામાં 12 વાગ્યાથી વરસાદ માહોલ જામ્યો; વડાલી અને ઇડરમાં સવા-સવા ઇંચ, ખેડબ્રહ્મા તલોદ અને હિંમતનગરમાં વરસાદી ઝાપટું

સાબરકાંઠા (હિંમતનગર)16 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા બાદ વતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ જિલ્લાના આઠ માંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બે કલાકમાં ધમાકેદાર વરસાદ વરસતા વડાલી અને ઇડરમાં સવા-સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને વડાલીમાં રોડ પર પાણી ભરાયા હતા. 20 મિનિટમાં રોડ પર વડાલીમાં પાણી પાણી થયું હતું. તો ખેડબ્રહ્મા તલોદ અને હિંમતનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જોકે ભારે બફારા બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી.

સાબરકાંઠા જિલ્લામાં 24 કલાક દરમિયાન સતત બીજા દિવસે આઠ માંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો ઇડર,ખેડબ્રહ્મા અને તલોદમાં પોણો-પોણો ઇંચ, વડાલી, પોશીના અને હિંમતનગરમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ દિવસે ગરમી, સાંજે વાદળછાયું વાતાવરણ અને રાત્રી દરમિયાન ગાજવીજ અને કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ઇડર 20 મિમી, ખેડબ્રહ્મા 17 મિમી, તલોદ 17 મિમી, પ્રાંતિજ 00 મિમી, પોશીના 09 મિમી, વડાલી 09 મિમી, વિજયનગર 00 મિમી અને હિંમતનગર 13 મિમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં 82.47 ટકા ભરાયેલ ગુહાઈમાં 100 કયુસેક પાણીની આવક, 100 ટકા ભરાયેલ હાથમતી 619 કયુસેક પાણીની આવક અને 619 કયુસેક પાણીની જાવક, 100 ટકા ભરાયેલ હરણાવમાં આવક બંધ, 68.87 ટકા ભરાયેલ ખેડવામાં 200 કયુસેક પાણીની આવક અને 200 કયુસેક પાણીની જાવક, 96.99 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં 366 કયુસેક પાણીની આવક અને 366 કયુસેક પાણીની જાવક નોંધાઇ છે.

હાથમતી કેનાલમાં કિશોરી ડૂબી
હિંમતનગરના પીપલોદી હાથમતી કેનાલ બહાર ચપ્પલ પડ્યા હતા જથી કેનાલમાં કોઈ ખાબક્યો હોવાનું અનુમાન લગાવાયું હતું. જે બાદ પીપલોદી ગામની કિશોરી રવિવારે સવારે 6 વાગ્યે આસપાસ હાથમતી કેનાલમાં ખાબકી હોવાની જાણ હિંમતનગર ફાયર વિભાગને કરી હતી. જેને લઈને ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી હતી અને 10 કિમી સુધી કેનાલમાં શોધખોળ 12 કલાક સુધી કરી હતી. આ અંગે હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રવિવારે કેનાલમાં કિશોરી ખાબકી હોવાના સમાચાર મળતા ફાયર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી હતી અને 12 કલાક બાદ મોડી સાંજે સમાચાર મળ્યા કે કેનાલમાં ખાબકેલ કિશોરી ઘરે જીવિત પરત ફરી હોવાની જાણ કરી હતી.

બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ

  • વડાલી અને ઇડરમાં બે કલાકમાં સવા-સવા ઇંચ વરસાદ
  • ખેડબ્રહ્મામાં પોણો ઇંચ વરસાદ
  • ઇડર 29 મિમી
  • ખેડબ્રહ્મા 18 મિમી
  • તલોદ 02 મિમી
  • વડાલી 28 મિમી
  • હિંમતનગર 10 મિમી
અન્ય સમાચારો પણ છે...