82 કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહૂર્ત:સાબરકાંઠામાં દિવાળી પૂર્વે જનતાને વિશ્વાસથી વિકાસ યાત્રા નિમિત્તે રૂ.18.43 કરોડના વિકાસ કામોની ભેટ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં એ.પી.એમ.સી. હરસોલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વાસથી વિકાસ યાત્રામાં અન્ન અને નાગરિક સુરક્ષા રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિવાળી પૂર્વે સાબરકાંઠાની જનતાને વિશ્વાસથી વિકાસ યાત્રા નિમિત્તે રૂપિયા 18.43 કરોડના ઇ-લોકાર્પણ અને ખાતમૂહૂર્ત 82 કામોની ભેટ મળી છે.

જનતાની સુખ-સુવિધામાં વધારો
આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગ (નેશનલ હાઈવે) દ્વારા વિજયનગર ખાતે રૂ.4.52 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાનું ઇ-ખાતમુહૂર્ત, વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ દ્વારા પ્રાંતિજ ખાતે રૂ.6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાયન્સ પાર્ક, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રૂ.21 લાખના ખર્ચે 14 કામ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ.1.72 કરોડના ખર્ચે 27 કામોનું ઇ-ખાતમુહૂર્ત થયા હતાં.

રૂ.1.72 કરોડના ખર્ચે થનાર 22 કામોનું ઇ-લોકાર્પણ
જ્યારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રૂ.4.7 કરોડના ખર્ચે ઈડરના રાવોલ ખાતે નિર્માણ પામનાર 66 કે.વી. સબ સ્ટેશનન, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રૂ.23 લાખના ખર્ચ 16 કામો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ.1.72 કરોડના ખર્ચે થનાર 22 કામોનું ઇ-લોકાર્પણ મહાનુભાવોના હસ્તે થયુ હતું.

પ્રાંતિજની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
આ પ્રસંગે ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાના નાનામાં નાના માણસની ચિંતા કરીને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ તત્કાલીન સમયે અમલી બનાવી અને વિકાસની વણઝાર આદરી હતી. જેની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે અને રોલ મોડેલ તરીકે ડબલ એન્જિનની સરકાર જનતાના સપના સાકાર કરી રહી છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન રેખાબા ઝાલા, તલોદ અને પ્રાંતિજની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...