ભાસ્કર એક્સક્લુઝિવ:ઘર કા ભેદી લંકા ઢાયે; હિંમતનગરના મહેતાપુરામાં રહેતા જવેલર્સના બંધ મકાનમાં 1 કરોડથી વધુની ચોરીમાં પરિજન રડાર પર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચારેક દિવસ અગાઉ હિંમતનગરના મહેતાપુરામાં જવેલર્સના બંધ મકાનમાંથી ચોરી થઇ હતી
  • પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં હતા, એલસીબી અને એસઓજીએ ચોરીકાંડનો પર્દાફાશ કર્યો

ચારેક દિવસ અગાઉ હિંમતનગરના મહેતાપુરામાં રહેતા જવેલર્સના બંધ મકાનમાં 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાના પ્રકરણમાં પોલીસે પ્રથમ જ દિવસથી બિન પરંપરાગત લાગતી ચોરીમાં પરિવારના માણસો પર વોચ રાખી બે શખ્સોને રાઉન્ડ ઓફ કર્યા બાદ સમગ્ર પ્રકરણનો ભેદ લગભગ ખોલી નાખ્યો છે અને પોલીસની ઇમેજને બચાવી લેવામાં પણ સફળતા મેળવી છે મુદ્દામાલ રિકવર કરવા માટે મહેનત ચાલી રહી છે અને ચોરીનો મુદ્દામાલ મળ્યા બાદ મોટાભાગે પ્રકરણનો પર્દાફાશ કરવામાં આવનાર છે.

મુખ્યદ્વારનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કર્યો
મહેતાપુરા વિસ્તારમાં રહેતા મનીષભાઇ મોહનલાલ સોનીના પરિવારમાં લગ્ન પ્રસંગ હોઇ મંગળવારે મળસ્કે બે-અઢી વાગ્યે જાન લઇને ગયા હતા અને બુધવારે મળસ્કે સાડા ત્રણેક વાગ્યે કેટલાક લોકો વહેલા ઘેર પરત પહોંચ્યા હતા અને મુખ્યદ્વારનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશતા બધો સામાન વેર વિખેર પડેલો જોઇ ચોરી થયાનો અંદાજ આવી જતા હતપ્રભ થઇ ગયા હતા.

તિજોરીમાં હાથ અજમાવી સોનુ ચાંદી રોકડની ચોરી
ત્રણ પરિવારના મકાન એક જ લાઇનમાં છે જેમાં એક ભાઇના ઘેર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મુખ્ય દ્વારનું તાળુ તોડવાને બદલે બીજા માળે ચઢી ગયા હતા અને ધાબામાં હવા ઉજાસ માટે મૂકેલ જાળી કાપીને નીચે ઉતરી બધા દરવાજા ખોલી સામાન ફેદતા નીચે ઉતર્યા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલી તિજોરીમાં હાથ અજમાવી સોનુ ચાંદી રોકડની ચોરી કરી સીફત પૂર્વક ઘરની બહાર નીકળી ગયા હતા.

પોલીસ પણ આ ચોરીને પરંપરાગત ચોરી માનવા તૈયાર નથી
પોલીસ દ્વારા ડોગસ્કવોડ, એફએસએલ, ટેકનિકલ સર્વલન્સની મદદ લેવાઇ હતી. તસ્કરો ત્રીજા માળે શા માટે પહોંચ્યા, ત્રીજા માળના ધાબામાં હવા ઉજાસ માટેની જાળી છે ખબર કેવી રીતે પડી, ત્રણ મકાનો બંધ હોવા છતા મુખ્ય દ્વારનું તાળુ કેમ ન તોડ્યુ, સોના-ચાંદીનું આટલુ વજન લઇને પલાયન થવુ સહિતના પરિબળોને કારણે પોલીસ પણ આ ચોરીને પરંપરાગત ચોરી માનવા તૈયાર ન હતી.

બે શખ્સોની પૂછપરછ બાદ શંકા પાકી થઈ
​​​​​​​
આ ધારણાને આજુબાજુના સીસીટીવી ન મળી આવવાને કારણે મજબૂતી મળી હતી અને પ્રથમ દિવસે તપાસ દરમ્યાન સૌથી વધુ રીએક્ટ કરનાર પરિવારના શખ્સોને ચિહ્નિત કરી વોચ રાખવી શરૂ કરી હતી અને બે શખ્સોની પૂછપરછ બાદ શંકા પાકી થઈ હતી. વિશ્વસ્ત સૂત્રોના જણાવ્યાનુસાર એક વ્યક્તિએ તાજેતરમાં જ મકાન રાખ્યું હતું અને તેને ગંધ આવી જતા પલાયન થઈ ગયો હતો. મુદ્દામાલ રીકવર થતાની સાથે કાંડનું સર્જન કરનાર બે વધુ શખ્સોની સત્તાવાર જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...