તપાસ:વડાલીમાં તબીબને લીંક મોકલી ખાતામાંથી ગઠિયાએ ઓનલાઇન 1.32 લાખ ઉપાડ્યા

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • "ડિયર કસ્ટમર તમારું એકાઉન્ટ મહેરબાની કરી અપડેટ કરો કહી ફોન કર્યો'
  • તમારું એસબીઆઇ એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયું છે કહી લીંક મોકલી ખોલતાં જ તબીબની ફિક્સ ડિપોઝીટમાંથી રકમ ઉપડી ગઇ

વડાલીના 62 વર્ષીય તુબીબના મોબાઇલમાં તમારું એસબીઆઈ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે અને પાનકાર્ડ નંબર અપડેટ કરો લખેલો મેસેજ મળતાં અને તેમાં લીંક આપેલ હોઇ લીંક ઓપન કરવા દરમિયાન મળેલ ઓટીપી તેમાં નાખતાં ફિક્સ ડિપોઝિટ કરેલ નાણાંનો ઓવરડ્રાફ્ટ બનાવી બે ટ્રાન્જેક્શન થઈ ગયા હતા અને કુલ રૂપિયા 1,32,998 ની છેતરપિંડી થવા અંતર્ગત વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાલીના શ્યામ સુંદર મંદિર સામે રહેતા અને વ્યવસાયે તબીબ મુકેશકુમાર ચંદુલાલ મહેતા ના મોબાઇલમાં તા. 19-01-23 ના રોજ બપોરે ડિયર કસ્ટમર તમારું એસબીઆઈ એકાઉન્ટ આજે સસ્પેન્ડ થઈ ગયું છે. મહેરબાની કરીને તમારો પાનકાર્ડ નંબર અપડેટ કરો નો મેસેજ આવ્યો હતો અને સાથે એક લિંક હતી. આ લિંકને મુકેશકુમાર મહેતાએ ઓપન કરતાં અને એમાં પાનકાર્ડ નંબર નાખ્યા બાદ વારાફરતી ત્રણ વખત ઓટીપી મળતાં ઓપન કરેલ લિંકમાં ઓટીપી નાખ્યા હતા.

થોડી જ વારમાં 1,07,999 અને ત્યારબાદ 24,999 ડેબિટ થઈ ગયા હતા. તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ફિક્સ ડિપોઝિટ કરેલ પૈસાનો ઓવરડ્રાફ્ટ બનાવી એફડી તોડી પ્રથમ ₹1,07,999 અને ત્યારબાદ 24,999 મળી કુલ રૂ. 1,32,998 ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...