• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Garba Held For 30 Years In Himmatnagar's Mahakali Temple, Insurance Worth A Quarter Of A Crore, CCTV Cameras For Security, Group Aarti On The Eighth Day

નવરાત્રિનો રંગ જામ્યો:હિંમતનગરના મહાકાળી મંદિરમાં 30 વર્ષથી યોજાતા ગરબાનો સવા કરોડનો વીમો, સુરક્ષાને લઈને સીસીટીવી કેમેરા, આઠમના દિવસે સમૂહ આરતી

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લામાં નવલી નવરાતના પાંચમે નોરતે ખેલૈયા મનભરીને ગરબે ઘૂમ્યા હતા. હિંમતનગર શહેર સહીત જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રિ ચોક અને પાર્ટી પ્લોટમાં ગરબા શરૂ થતા રાત્રે દિવસ જેવો માહોલ સર્જાયો હતો. રાત્રે ચારે બાજુ જુઓ તો ટ્રેડીશનલ ડ્રેસમાં ખેલૈયા જોવા મળ્યા હતા. ત્યારે જિલ્લાના હિમતનગરમાં કાંકરોલ રોડ પર આવેલા મહાકાળી મંદિરમાં ગરબા મહોત્સવનો સવા કરોડનો વીમો લેવામાં આવ્યો છે. તો સુરક્ષાને લઈને સીસીટીવી કેમરા ગરબા મહોત્સવમાં આવનારા ખેલૈયા પર નજર રાખે છે અને ગરબા જોવા આવનાર શહેરજનોના વાહનોની પાર્કિંગ માટે અને ટ્રાફિક વ્યવસ્થા માટે સિક્યોરીટીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે પોલીસ બંદોબસ્ત પણ હોય છે.

તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...

શ્રી મહાકાલી માતાજી મંદિર સંકુલ ટ્રસ્ટ દ્વારા 30 વર્ષથી નવરાત્રિ મહોત્સવ યોજાય છે. આ અંગે પ્રમુખ પ્રવીણસિંહ વિહોલ અને કન્વીનર રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિ મહોત્સવના આયોજનને લઈને ઘરે ઘરેથી ફાળો એકઠો કરાય છે. તો છેલ્લા 10 વર્ષથી સાજ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ પંકજભાઈ પંચાલ સાથે ગાયક કલાકારો અવનવા ગરબા રજુ કરે છે. તેમના સાથીદાર એટલે કે સાઉન્ડ અને લાઇટિંગ બંસીભાઈ પટેલ કરી રહ્યા છે. સાજ સાથે ખેલૈયા પણ થનગનતા ગરબે ઘૂમે છે. સુરક્ષા માટે સવા કરોડનો વીમો લેવામાં આવ્યો છે, તો ગરબા ગ્રાઉન્ડમાં સીસીટીવી પણ લગાવેલા છે.

મંદિરમાં સવાર અને સાંજે નવરાત્રી ચોકમાં સ્થાપિત માંડવીમાં માતાજીના શણગાર, પૂજન આરતી, પ્રસાદ અને આઠમના હવન માટે 10 દિવસના યજમાન પહેલાથી પોતાના નામ નોંધાવે છે. આઠમની રાત્રે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવે છે. અહિયાં પરંપરા મુજબ મહિલાઓ માતાજીના તાંબાના ગરબા માથે લઈને ગરબે ઘૂમે છે. તો ભાઈઓ અને બહેનોને અલગ અલગ ગરબે રમવાનો નિયમ ફરજિયાત છે.

આ આયોજન માટે વિજયભાઈ ઠાકરે, બીપીનભાઈ ઓઝા, કુમુદભાઈ મિસ્ત્રી, બકુલેશભાઈ શાહ, ભરતભાઇ ભટ્ટ, અમરતભાઈ પટેલ, અશોકભાઈ સુથાર, અશોકભાઈ ઉપાધ્યાય, નીતિનભાઈ પરમાર, અનિલભાઈ પટેલ,વિઠ્ઠલભાઇ પ્રજાપતિ, રાજુભાઇ ભટ્ટ, વિષ્ણુભાઈ પટેલ, સાગરભાઈ રાઠોડ, પ્રદીપભાઈ દેસાઈ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને નામી અનામી દાતાઓના સાથ સહકાર થકી આયોજન કરવામાં સફળતા મળે છે.

અન્ય સમાચારો પણ છે...