વ્યસન મુક્તિ પદયાત્રા:હિંમતનગરના રૂપાલથી વ્યસન મુક્તિ માટે 10 વર્ષથી રામદેવડા સુધીની પગપાળા યાત્રા, 10 વર્ષમાં 32 લોકો થયા વ્યસનમુક્ત

સાબરકાંઠા (હિંમતનગર)20 દિવસ પહેલા
  • ભજન અને સત્સંગ કરી વ્યસનમુક્તિ અભિયાન ગામે ગામ કરવામાં આવે છે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ગામેથી રૂપાલ રામદેવજી યુવક મંડળ દ્વારા આયોજિત પદયાત્રામાં રૂપાલ, રામપુરા, ઘોરવાડા અને નવા ગામના 50 ભક્તો રથ અને 35 નેજા સાથે રામદેવડા પગપાળા પદયાત્રાએ શુક્રવારે સવારે નીકળ્યા. પગપાળા સંઘ 11 દિવસે 650 કિમીનું અંતર કાપી રામદેવડા પહોચશે.

હિંમતનગર તાલુકાના રૂપાલ ગામેથી રૂપાલ રામદેવજી યુવક મંડળ દ્વારા આયોજિત રૂપાલ થી રામદેવડા સુધીની 650 કિમી પગપાળા પદયાત્રામાં રૂપાલ,ઘોરવાડા,રામપુરા અને નવા ગામના રાવળ અને ઠાકોર સમાજના લોકો શુક્રવારે રૂપાલ થી નીકળેલ રામદેવજીના રથ સાથે જોડાયા હતા અને 35 નેજા સાથે 50 પદયાત્રીઓ દરરોજનું 60 કિમી અંતર કાપી રોકાણ કરતા કરતા 11 દિવસે રામદેવડા પહોચશે. તો પગપાળા પદયાત્રા છેલ્લા 10 વર્ષથી યોજાય છે. જે યાત્રામાં તમામ વ્યસન મુક્ત લોકો જોડાય છે. દર વર્ષે પાંચ લોકોને વ્યસનમુક્ત કરવામાં આવે છે, એ પણ યાત્રાના એક મહિના પહેલા ગામ લોકોની સાક્ષીએ કરવામાં આવે છે. વ્યસનમુક્તની બાહેંધરી લે છે. રૂપાલ ગામના બાબુભાઈ શીવાભાઈ રાવળ કે જે હિંમતનગર તાલુકા રાવળ સમાજના સામાજિક ન્યાય સમિતિ પ્રમુખ છે. તેઓ વ્યસનમુક્ત કરવાનું અભિયાન છેલ્લા 10 વર્ષથી ચલાવે છે અને અત્યારસુધીમાં 27 લોકોને વ્યસન મુક્ત કર્યા હોવાનું ટેલેફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. તો આ વર્ષે પણ એક મહિના પહેલા પાંચ વ્યક્તિને વ્યસન મુક્ત કર્યા હતા. જેમાં રૂપાલ ગામના ત્રણ અને ઘોરવાડા ગામના બે મળી વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ પગપાળા સંઘમાં 50 યાત્રીકો જોડાયા છે
જે વ્યસન મુક્ત થાય છે તે પદયાત્રામાં જોડાયા છે. ભજન અને સત્સંગ કરી વ્યસનમુક્તિ અભિયાન ગામે ગામ કરવામાં આવે છે. આ વ્યસનમુક્તિના અભિયાનમાં રૂપાલ, ઘોરવાડા, રામપુરા અને નવા ગામના લોકો સાથ સહકાર આપી જોડાય છે. આ પગપાળા પદયાત્રા સંઘમાં મહિલાઓ નથી હોતી માત્ર પુરુષો જ હોય છે. તો અંગે વધુમાં જણાવ્યું હતું કે, હિંમતનગર તાલુકાના ગાંભોઈ, રૂપાલ, રામપુર, ઘોરવાડા અને નવા આજુબાજુના ગામમાંથી પગપાળા સંઘ શ્રાવણ માસનો એકમના દિવસે નીકળ્યો છે અને આ પગપાળા સંઘમાં યાત્રિકો 50 લોકો 650 કિલોમીટર અને રોજનું 60 કિલોમીટર ચાલે છે. રાત્રિના રોકાણ રોજ ભજન અને સત્સંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...