સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સારા વરસાદને લઈને જળાશયોમાં સારી આવક થઇ હતી અને ત્રણ જળાશયો 100 ટકા ભરાયા હતા. તો ગુહાઈ જળાશયમાં 28 વર્ષ બાદ 94 ટકા ભરાયો હતો. તો ગત વર્ષે સામાન્ય વરસાદને લઈને ભરાયો ન હતો. તો આ ચોમાસામાં 94 ટકા ભરાતા ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈ માટે પાંચ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો 20 નવેમ્બરે પ્રથમ પાણી અપાશે.
ચોમાસામાં સારા વરસાદને લઈને હિંમતનગરના કાણીયોલ પાસે આવેલ ગુહાઈ જળાશયમાં 28 વર્ષ બાદ 94 ટકા પાણી ભરાયો હતો. તો ગત વર્ષે સામાન્ય પાણી હોવાને લઈને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું ન હતું. તો આ ચોમાસામાં સારા વરસાદને લઈને રવિ સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરાયું છે. તો પ્રી રવિ સીઝનમાં પણ ગુહાઈ જળાશયમાંથી રાયડો અને ઉભા પાક માટે 32 ગામના 1000 થી 1200 હેક્ટર માટે 160 ક્યુસેક પાણી કેનાલ દ્વારા આપવામાં આવ્યું હતું. તો રવિ સિઝનમાં ખેડૂતો મંડળીઓની માંગણીને લઈને પાંચ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની ગુહાઈ નહેર પેટા વિભાગ નં. 5 ના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.ઝેડ.કિશોરી અને અધિક મદદનીશ ઈજનેર જતિન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રવિ સીઝન માટે એક વર્ષ બાદ આ વર્ષે રવિ સિઝનમાં પાંચ પાણેત આપવામાં આવશે. જેમાં પ્રથમ પાણેત 20 નવેમ્બરે આપવાનું શરુ કરાશે. તો ગુહાઈ જળાશયથી મુખ્ય નહેરમાં 160 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવશે. તો અંદાજીત 38 કિમી લાંબી કેનાલ થકી હિંમતનગર તાલુકાના 32 ગામોના ખેડૂતોની 3000 થી 3500 હેક્ટરમાં કેનાલ દ્વારા સિંચાઈનો લાભ મળશે. તો નવેમ્બર -2022 થી માર્ચ-2023 સુધીમાં પાંચ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું આયોજન કરી દેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.