નાસતા ફરતા આરોપી પોલાસની ઝડપમાં:હિંમતનગરથી SOGએ પ્રોહીબીશનના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો, બી-ડીવીઝન પોલીસે ચાર મહિનાથી ફરાર આરોપીને ઝડપી લીધો

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

હિંમતનગર એસટી બસ સ્ટેન્ડ આગળથી એસઓજીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. તો હિંમતનગર બી-ડીવીઝન પોલીસે એનડીપીએસ ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

આ અંગે એસઓજી પીઆઈ એન.એન.રબારીએ જણાવ્યું હતું કે, નાસતા ફરતા આરોપીઓને પકડવાની જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શનને લઈને સાબરકાંઠા એસઓજી સ્ટાફ હિંમતનગરમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન સ્ટાફના નિકુંજકુમાર અને ભાવેશભાને મળેલી બાતમીના આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના નોધાયેલ ગુનામાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના ડબાચા ખડકાયા ગામનો બે વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રકાશ ગલાભાઈ ડામોરને હિંમતનગરના બસ સ્ટેન્ડ આગળથી રોડ પરથી ઝડપી લીધો હતો. હિંમતનગર બી ડીવીઝન પોલીસને સોપ્યો હતો. તો બી ડીવીઝન પોલીસે પ્રાંતિજ પોલીસને સોપી દીધો હતો.

હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જોશી અને ડીસ્ટાફના કૃષ્ણસિંહ, હરપાલસિંહ, ધરમવીરસિંહ, પ્રવીણસિંહ, કીર્તીરાજસિંહ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં ચાર મહિનાથી નાસતો ફરતા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના કોટડા છાવણીના કોતવાલી પુરાનીમાં રહેતા સલમાનખાન સરાફતખાન પઠાણને ઝડપી લીધો હતો.

આ અંગે પીએસઆઈ એ.વી.જોશીએ જણાવ્યું હતું કે એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કર્યો હતો તો કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...