માણસાના અનોડીયાના શખ્સનું પીકઅપ ડાલુ રૂ.9.68 લાખમાં ખરીદી રૂ.1.35 લાખ રોકડા આપી લોનના રૂ.18530 નો એક એવા 45 હપ્તા ભરવાનું નક્કી કરી છેલ્લા પાંચેક મહિનાથી લોનનો એકપણ હપ્તો ન ભરી તથા પીકઅપ ડાલુ પરત ન સોંપી છેતરપિંડી આચરનાર નરોડાના દલાલ અને હિંમતનગરના કાંકણોલના શખ્સ સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
અનોડીયાના મહેશસિંહ રાધુસિંહ રાઠોડના પિતાએ હિંમતનગર કોટક મહિન્દ્રા બેન્કમાં લોન કરાવી ડાલુ નં. જી.જે-18-બી.ટી-5908 વર્ષ 2021 માં વેચાણ રાખ્યુ હતુ અને લોનના રૂ.18530 ના નવ હપ્તા ભર્યા હતા. છ એક માસ અગાઉ ડાલુ વેચવાનું નક્કી કર્યા બાદ મહેશસિંહે વિગત લખી સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકતા અમદાવાદના નરોડાના અમિતકુમાર રમેશભાઇ ચૌધરીએ ગાડીઓના દલાલ તરીકે ઓળખ આપી ડાલાના ફોટા કિંમત વગેરે બાબતે ચર્ચા કરી હતી.
બીજા દિવસે કાંકણોલના ચિરાગકુમાર સુરેશભાઇ સોલંકીએ અમિતકુમારનુ નામ આપી વાતચીત કરી હતી અને અઠવાડિયા પછી રૂ.1.35 લાખ રોકડા આપવાનું અને રૂ.18530 ના 45 હપ્તા પીકઅપ ડાલું લેનારે ભરવાના નક્કી કરી તા.08-01-22 ના રોજ લખાણ નોટરી કરી પીકઅપ ડાલાનો કબ્જો સોંપ્યો હતો. ત્યારબાદ લોનના હપ્તા ન ભરતા બેંકમાંથી નોટિસો આવવાની શરૂ થતા મહેશસિંહ રાઠોડે હપ્તા ભરવાનું કહેતા દર વખતે અલગ અલગ બહાના કાઢી એક પણ હપ્તો ભર્યો ન હતો અને પીકઅપ ડાલુ પરત માંગતા પરત પણ આપ્યુ ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.