'આપ'માંથી એકની ડિપોઝિટ ડૂલ:સાબરકાંઠામાં ચાર વિધાનસભા બેઠક પર 26 ઉમેદવારો માટે મતદાન થયું; ત્રણ વિધાનસભાના 14 ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની ચૂંટણીનું 26 ઉમેદવારો માટે મતદાન થયું હતું અને ગણતરી થતા બેઠકના પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપનો ત્રણ અને કોંગ્રેસનો એક બેઠક પર વિજય થયો હતો. ત્રણ વિધાનસભાના 14 ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ છે તો હિંમતનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડીપોઝીટ જપ્ત થઇ હતી.

ભાજપ-કોંગ્રેસ-આપ અને અપક્ષ માટે મતદાન
ચાર વિધાનસભામાં ચૂંટણીને લઈને મોંઘવારી સહિતના મુદ્દાઓ વચ્ચે હિમતનગરમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની સભાએ બધુ ભુલાવી દીધું અને સાબરકાંઠામાં ચાર વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ-આપ અને અપક્ષ સહિતના 26 ઉમેદવારો માટે મતદાન થયું હતું. ગણતરી બાદ પરિણામમાં હિંમતનગર ઇડર અને પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો હતો તો ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

'આપ'ના ઉમેદવારની ડીપોઝીટ જપ્ત
હિંમતનગર વિધાનસભા બેઠક પર 8 ઉમેદવાર માંથી 6 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી, પ્રાંતિજ વિધાનસભા બેઠક પર 6 ઉમેદવારમાંથી 2 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી, ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર 9 ઉમેદવારમાંથી 6 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી. તો ઇડર વિધાનસભા બેઠક પર 3 ઉમેદવારમાંથી 3 ડીપોઝીટ બચાવી શક્યા હતા. હિંમતનગરના વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડીપોઝીટ જપ્ત થઇ હતી તો ખેડબ્રહ્મા, ઇડર અને પ્રાંતિજ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડીપોઝીટ બચાવી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...