રાજ્ય સરકારે મંગળવારે બટાકા પકવતા ખેડૂતોને રાહત આપવાના ભાગરૂપે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા સંગ્રહ કરવા કટ્ટા દીઠ રૂપિયા 50ની રાહત સહિતની વિવિધ જાહેરાતો કરતા ખેડૂતો દ્વારા આ પર્યાપ્ત ન હોવાનું જણાવી આક્રોશ ઠાલવાઈ રહે છે કે ખેડૂતને હાલમાં બટાકાનું પોષણક્ષમ ભાવે વેચાણ કરી ખર્ચ સરભર કરવું છે અને ઘર ચલાવવું છે ત્રણ મહિના બટાકા વેચ્યા વગર કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખવાનો શું મતલબ છે અને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકી ખાઈશું શુંનો પ્રશ્ન થઈ રહ્યો છે.
વ્યાપારીઓએ રિંગ બનાવી દીધા બાદ ચાલુ વર્ષે બટાકાનું જાતે વાવેતર કરનાર ખેડૂતો પારાવાર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે એક સાથે બટાકા બહાર આવ્યા બાદ બટાકાના ભાવ એટલા નીચા કરી દેવાયા છે કે ખેડૂત આટલા નીચા ભાવે વેચી શકે તેમ નથી રમણભાઈ નરસિંહભાઈ પટેલે જણાવ્યું કે કોલ્ડ સ્ટોરેજમાં 6 માસના રૂપિયા 230 ભાડું થાય છે પછી ઓછા સમયમાં બહાર કાઢે તો પણ એટલું ભાડું થાય છે ખેડૂતો પાસેથી બટાકા ખરીદી મોટાભાગે વેપારીઓ જ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકતા હોય છે ખેડૂત તેની ઉપજનો સંગ્રહ કરી શકે તેટલો આર્થિક સક્ષમ હોતો જ નથી સરકારે ₹50 ની રાહત જાહેરાત કરી ખેડૂતનું આજનું મોત કાલ ઉપર ટાળવાનો પ્રયાસ કર્યો છે ખેડૂતને અત્યારના સમએ જ પૈસાની જરૂર હોય છે.
તલોદ તાલુકાના વાવ ગામના અને તાલુકા કિસાન સંઘના પ્રમુખ કોદરભાઈ પટેલે જણાવ્યું કે સરકારે પોષણક્ષમ ભાવ ફિક્સ કરવાની જરૂર છે રૂપિયા 50ની રાહત પર્યાપ્ત નથી નિકાસ ઉપર રાહત જાહેર કરી છે જે માત્ર વેપારીઓ કંપનીઓ માટે જ છે તેવું માની શકાય ખેડૂત અન્ય રાજ્યમાં માલ મોકલવા જેટલો સક્ષમ જ નથી સરકારે નવેસરથી વિચારી ખેડૂતોને હાલના સમયમાં જ યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા વિચારવી હિતાવહ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.