રોષ:પહેલા ગૌચરમાંથી દબાણ હટાવો અને પછી મતદાનની વાત કરો ગ્રામજનોની સ્પષ્ટ વાત

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના પેઢમાલા ગામમાં ગૌચરના સર્વે નંબર પર દબાણનો મામલો
  • ચૂંટણી બહિષ્કારના બેનર લાગતાં મામલતદાર, ટીડીઓ સહિતે ગામલોકો સાથે બેઠક કરી

હિંમતનગરના પેઢમાલામાં ગૌચરના સર્વે નંબરો પર થયેલ કથિત દબાણ મામલે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા બાદ તંત્ર દોડતું થયું હતું પરંતુ ગ્રામજનો પહેલા ગૌચર અને પછી મતદાનની વાત ઉપર અડગ રહેતા વાટાઘાટો પડી ભાંગી હતી .

પેઢમાલાના ગૌચરના સર્વે નંબર 634 અને 635 માં ભૂમાફિયાઓ દ્વારા દબાણ થયાના બેનરો લગાવી ગામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે વિરોધ કરાઈ રહ્યો છે. જેની જાણ થતાં હિંમતનગર મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓનો કાફલો પેઢમાલામાં દોડી આવ્યા હતા અને પંચાયતના કોમ્યુનિટી હોલમાં ગ્રામજનો સાથે બેઠક કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

તંત્ર દ્વારા ચૂંટણી પછી કાયદેસર કાર્યવાહીમાં મદદરૂપ થવાનું આશ્વાસન અપાતાં ગ્રામજનોએ સીધો જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી અમારી રજૂઆતો ને કોઈએ સાંભળી નથી કે આરટીઆઇના જવાબ પણ આપ્યા નથી. પહેલા 7/12માં લખેલા હક્કો પ્રસ્થાપિત કરાવો પછી બીજી વાત ગામજનો મક્કમ રહેતા વાટાઘાટો પડી ભાંગી હતી. હિંમતનગર મામલતદાર અંકિત પટેલે જણાવ્યું કે ગ્રામજનોને સમજાવવાનું ચાલુ છે અને ન્યાયિક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...