હિંમતનગરમાં તલોદના વી. ડી. ઝાલાને ટિકિટ આપતાં વિરોધ શરૂ થયો હતો. મોડી રાત્રે સાબરકાંઠા ભાજપ સંગઠન પ્રમુખ જે ડી પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ કમલેશભાઈ વગેરે હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના ઘેર પહોંચ્યા હતા અને પાર્ટીનો નિર્ણય સ્વીકારી ચૂંટણી કાર્યમાં જોડાઈ જવા અંતર્ગત ચર્ચા ચાલી રહી હતી.
દરમિયાન ધારાસભ્યના ઘર આગળ એક ગાડી આવીને ઉભી રહી અને એમાંથી ઉતરેલા બે શખ્સોએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું ભાજપ પ્રમુખ જે ડી પટેલે સ્થિતિ વણસે તે પહેલાં જ પ્રદેશ પ્રમુખને ફોન કરીને પ્રફુલ પટેલના માણસો ધારાસભ્યના ઘર આગળ ફટાકડા ફોડી ઉશ્કેરણી કરી રહ્યા હોવા અંગે ફાટકડાનો અવાજ સંભળાવી જાણ કરી હતી. પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે પણ નામ મોબાઈલ નંબર સહિતની વિગતો મેળવી હતી.
બીજી બાજુ હિંમતનગર શહેર અને તાલુકામાં દીવાલો પર, પૂલના પિલ્લર પર ભાજપે જાહેર કરેલ ઉમેદવારનો વિરોધ કરતા પોસ્ટર ઠેર ઠેર ચોંટાડી કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો સીટીંગ એમએલએ કે સ્થાનિક ઠાકોર ક્ષત્રિય ઉમેદવાર નહીં હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપ સરકાર ની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.