સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં પોલીસ હેડ ક્વાટર્સમાં ઘોડા ટ્રેનિંગ સેન્ટર પાસેના મેદાનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેને લઈને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ બુજાવી હતી.
20 મિનીટમાં આગ બુઝાવી
આ અંગે હિંમતનગર નગર પાલિકાના ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ હિંમતનગરના પોલીસ હેડ ક્વાટર્સમાં પાછળના ભાગે આવેલા ઘોડાઓના ટ્રેનીગ સેન્ટર પાસેના મેદાનમાં આગ લાગ્યાનો કોલ આવ્યો હતો. જેને લઈને તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું અને ટ્રેનિંગ સેન્ટરના પાસેના મેદાનમાં પડેલા કચરામાં આકસ્મિક આગ લાગેલી હતી. જેને લઈને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દઈને પ્રસરતી અટકાવી દીધી હતી. આગ બુઝાવતા અંદાજે 20 મિનીટથી વધુ સમય લાગ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.