સાબરકાઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર હિંમતનગર યુવા ભાટ ક્રિકેટ ગ્રુપ દ્વારા યોજાયેલી ભાટ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે જય અને અજય ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં જય ઇલેવનનો ચાર વિકેટે વિજય થયો હતો હતો.
હિંમતનગર યુવા ભાટ ક્રિકેટ ગ્રુપ દ્વારા વર્ષ 2023માં ભાટ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. દર રવિવારે બે મેચો રમાડવામાં આવતી હતી. જેમાંથી આજે જય અને અજય ઈલેવન એમ બે ટીમો વચ્ચે ફાઇનલ મેચની રમત હિંમતનગર ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં યોજાઈ હતી.
હિંમતનગર ભાટ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચમાં શરૂઆત ધમાકેદાર કરી હતી અને ખેલાડીઓએ સમાજના નાના બાળકો સાથે બંને ટીમના ખેલાડીઓએ મેદાનમાં પ્રવેશ કરીને રાષ્ટ્રગીત બાદ મેચની શરૂઆત થઇ હતી. જેમાં જય ઇલેવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. 12 ઓવરની ફાઈનલ મેચમાં અજય ઇલેવનના ખેલાડીઓએ ધુવાધાર બેટિંગ કરી 12 ઓવરમાં 120 રનનો વિશાળ સ્કોર કરીને ઓલ આઉટ થઇ ગયા હતા. તો અજય ઇલેવનના વિશાળ સ્કોર સામે જય ઈલેવનના ઓપનીગ જોડી મેદાનમાં આવી હતી અને રમતની શરૂઆત કરી હતી. તો ખેલાડીઓએ શાનદાર રમત રમીને 11.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 121 કરી વિજય મેળવ્યો હતો.
આ ફાઈનલ મેચમાં જય ઇલેવનના કેપ્ટન જય ભાટ પોતાના શાનદાર પરફોર્મન્સ આપતા બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 65 રન કર્યા હતા. જેથી તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.
બેસ્ટ બોલર તરીકે ગનીભાઇ ભાટ, બેસ્ટ કેચ સેધાભાઈ ભાટ, બેસ્ટ ફિલ્ડર મંગળભાઈ ભાટ, બેસ્ટ સ્કોરર- દર્શનભાઈ ભાટ, બેસ્ટ બેટ્સમેન મહેશભાઈ ભાટ, પોપ્યુલર પ્લેયર દીપકભાઈ ભાટ અને મેન ઓફ ધ સિરીઝ દર્શનભાઈ ભાટને જાહેર કરવામાં આવ્યા હતા અને તમામને ટ્રોફી સાથે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો વિજય અને રનર્સ અપને આયોજકો તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ધમાકેદાર ફાઈનલ મેચની શરૂઆત બાદ જય શ્રી રામના નારા સાથે વિજય ટીમના ખેલાડીઓ વિજયોત્સવ સમાજના અગ્રણીઓ અને યુવાનો સાથે મનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.