પ્રાંતિજમાં પૈસાની લેતીદેતી મામલે વારંવાર ઘેર જઈ ધમકીઓ આપવા અંતર્ગત ઝઘડો થયા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાંતિજના ભટ્ટીવાસમાં રહેતો ઇમરાનમિયા કુરેશી શનિવારે ડેપોની નજીક દુકાનમાં કામ પૂરું કરી રાત્રે 12:30 વાગે એક્ટિવા લઈ ઘેર જવા નીકળ્યો હતો તે દરમિયાન મેહજુલ્લાખાને કેમ મારી સામે જોતો જોતો જાય છે.
તેમ કહી એક્ટિવા ઉપર અને ઇમરાનમિયાના માથામાં લાકડી ફટકારતાં ઇમરાનમિયાં પડી જતાં મેહજુલ્લાખાન તેનો ભત્રીજો ફરદીન રઈસખાન પઠાણ અકબરખાન મહંમદભાઈ પઠાણ અને સરતાજબાનુ અકબર ખાન પઠાણ આવી જઇ અપશબ્દો બોલી મારવા લાગ્યા હતા અને ઇમરાન મિયાના પેન્ટ અને શર્ટ પણ ફાડી નાખ્યા હતા.
ઇમરાન મિયાની ફરિયાદને આધારે પ્રાંતિજ પોલીસે મેહજુલ્લાખાન મહંમદભાઈ પઠાણ, ફરદીન રઈસખાન પઠાણ, અકબરખાન મહંમદભાઈ પઠાણ અને સરતાજબાનું અકબરખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ ફરિયાદની વિરુદ્ધમાં પ્રાંતિજના બારકોટ તપોધન વાસ નજીક રહેતા સરતાજબાનુ અકબરખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે ભટ્ટીવાસમાં રહેતો ઇમરાન મિયા ઉર્ફેક જાની કમરુમીયા કુરેશી એક્ટિવા લઈ તેમના ઘેર આવ્યો હતો અને મહેજુલ્લાખાનને તું કેમ મારો ફોન ઉઠાવતો નથી મારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો છે કહી અપશબ્દો બોલ્યા હતા. સાંજે સમીમબાનુના ભાણીયાને એની નોકરીના સ્થળે જઈ તારા મામા મહેજુલ્લાખાનને સમજાવી દેજે કે જાનીના બાકી રહેલા પૈસા આપી દે નહીં તો જાનથી મારી નાખીશ ની ધમકી આપી હતી.
પછી રાત્રે બારેક વાગ્યાના સુમારે ફરીથી ઇમરાન મિયા સમીમબાનુના ઘેર આવ્યો હતો અને જોર જોરથી બૂમો પાડી મહેજુલ્લાખાન સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ઘર ઉપર છુટ્ટી ઈંટ મારી જતો રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર ઉપર ફોન કરતાં પોલીસ આવી ગઈ હતી અને ત્યારબાદ ઇમરાન મિયા ઉર્ફેદ જાની કમરૂમીયા કુરેશી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.