ફરિયાદ:સરપંચની ચૂંટણીમાં વોટ ન આપવા બાબતે મારામારી

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદ તાલુકાના પુરાલ ગામનો બનાવ
  • કુટુંબીભાઇ સામે તલોદ પોલીસમાં ફરિયાદ

તલોદના પુરાલની સીમમાં ખેતરમાં માલિક મજૂરો પાસે આંબા પરથી કેરીઓ પડાવતા હતા તે દરમિયાન કુટુંબીભાઇએ આવી સરપંચની ચૂંટણીમાં વોટ ન અપાવ્યા હોવાથી હારી જવાની અદાવત રાખી અપશબ્દો બોલી મારતાં તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

તા.04-06-22 ના રોજ ભરતભાઇ રામાંભાઇ પટેલ બપોરના બારેક વાગ્યાના સુમારે ખેતરમાં ગયા હતા અને ખેતરમાં આંબાની કેરીઓ મજૂરોને બોલાવી પડાવતા હતા તે દરમિયાન કુટુંબીભાઇ ચંદ્રશેખર અનિલભાઇ પટેલે આવી તે કેમ મને સરપંચની ચૂંટણી વખતે વોટ અપાવ્યા ન હતા જેથી હું સરપંચની ચૂંટણી હારી ગયો કહી ગડદાપાટુનો માર માર્યો હતો.

જેથી ભરતભાઇએ બૂમાબૂમ કરતા નજીકમાં કામ કરતા બકાભાઇ શાન્તુભાઇ દેવીપૂજક તથા રણજીતભાઇ લાલાભાઇ દેવીપૂજકે આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...